આ સ્પર્ધામાં ડાન્સ શો, રેસ, બગીરાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરાય
તીર્થધામ સારંગપુર બી.એ.પી. એસ . સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલી યજ્ઞપુરુષ ગૌશાળા પશુઓની ઉત્તમ ઓલાદો માટે જાણીતી છે. ભારત અને ગુજરાતના વિશિષ્ટ ક્ષમતાવાન પશુઓની અહીં વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં આવે છે . તાજેતરમાં આ ગૌસાળાના પશુઓમાં માલવ નામના ઘોડાએ ભારતમા પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌશાળાની સિદ્ધિઓમાં યશકલગી ઉમેરી છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના સારંગખેડા ગામે તાપી નદીના કિનારે યોજાયેલા મહોત્સવમાં ભારતભરના ઘોડાઓને સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા . જ્યાં છેલ્લા 300 વર્ષથી ચેતક ફેસ્ટિવલનું આયોજન થાય છે . જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો , વિવિધ રમતો અને સ્પર્ધાઓની વચ્ચે ઘોડાઓની સ્પર્ધા મુખ્ય હોય છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્પર્ધા બધાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે .
જેમાં ડાન્સ શો , રેસ , બગીરાઈડ , શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હોય છે , જેમાં સારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાનો ’ માલવ ’ શુદ્ધ કાઠિયાવાડી બ્રીડ માટે 5 ટીપ સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંંક વિજયી થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં આ જ સ્પર્ધામાં માલવના પિતા કનૈયાએ પણ ભારત લેવલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો . તે જ પરંપરામાં તેના પ્રથમ વછેરા માલવે આ સિદ્ધિ હાંસલ કરીને સારંગપુર ગૌશાળાનું નામ રોશન કર્યું છે.
5.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આરંભ થયેલ બી.એ.પી.એસ. ની ગૌશાળામાં ભારતભરના ઉત્તમ પ્રજાતિઓના પશુઓની માવજત કરવામાં આવે છે . ગૌશાળાની સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે . આજે પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ પશુઓની સાર સંભાળ માટે પુરતો રસ લઈ રહ્યા છે . ગૌશાળાનું વાતાવરણ પૂર્ણ આધ્યાત્મિક છે . અખંડ ભજન સાંભળતાં આ પશુઓ વૈદિક રાષ્ટ્રની યાદ અપાવે છે.