સરગમ પરિવારના સભ્ય બનવાની સોનેરી તક : વિવિધ કાર્યક્રમોની વણઝાર : મુંબઈના બે નાટક યોજાશે : બાળ સભ્યો માટે બે ફિલ્મ અને આકર્ષક ગીફ્ટ : બોલીવુડની ધમાકેદાર નાઈટ અને શંકરજયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમ: સ્નેહ દેસાઈની કૃષ્ણ કથાનું આયોજન : પત્રકારોને માહિતી આપતા ગુણવંતભાઈ ડેલાવાળા

સામાજિક સંસ્થા સરગમ ક્લબ ધ્વારા શહેરીજનોને તેના પરિવારના સભ્ય બનવાની તક આપવામાંઆવી છે. ૨૦૧૮-૧૯નું વર્ષ પૂરું થવામાં છે અને ૨૦૧૯-૨૦ના વર્ષ માટે સભ્યપદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરગમ ક્લબ ધ્વારા ચિલ્ડ્રન ક્લબ, લેડીસ ક્લબ, સિનિયર સીટીઝન ક્લબ, જેન્ટ્સ ક્લબ અને કપલ ક્લબનું સંચાલન કરવામાં આવે છે અને મામૂલી ફીમાં એક એકથી ચડિયાતા ૧૦ કાર્યક્રમો આપવામાં આવે છે.

સરગમ પરિવારમાં ૨૦ હજારથી વધુ સભ્યો છે અને પોતે પરિવારના સભ્ય હોવાનું ગૌરવ અનુભવે છે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતું કે, સરગમ પરિવારના  સભ્યો માટે વર્ષ દરમિયાન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિ કરવામાં આવે છે. હાલના પરિવારના સભ્યો માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.

જેમાં બે નાટ્ય શો, બે ફિલ્મ શો, બોલીવુડ નાઈટ, બાળ સભ્યોને આકર્ષક ગિફ્ટ, શાસ્ત્રીય ફિલ્મી સંગીત વગેરેનો સમાવેશ થાય છે. સરગમ ક્લબના નેજા હેઠળ હાલમાં ૩૯ પ્રવૃતિઓ થઇ રહી છે અને ટૂંકસમયમાં ૪૦મી સંસ્થા રૂપે જામનગર રોડ ઉપર આરોગ્ય સેન્ટર અને ૪૧મી સંસ્થા સ્વરૂપે લેડીઝ હેલ્થ ક્લબ શરુ કરવામાં આવશે.તેમણે લોકોને સરગમ પરિવારના સભ્ય બનવા માટે અનુરોધ પણ કર્યો છે. ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર સરગમ પરિવારને  કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળતું રહે છે.

નવા સભ્યપદ માટે 

ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્ય બનવા માટે માત્ર ૫૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે અને તેમાં ૬થી ૧૪ વર્ષના બાળકો સભ્ય બની શકશે.લેડીઝ ક્લબના સભ્ય બનવા માટે ૬૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે અને તેમાં ૧૫ વર્ષથી ઉપરના બહેનો સભ્ય થઇ શકશે.

સરગમ જેન્ટ્સ ક્લબમાં માત્ર ૭૦૦ રૂપિયા ભરીને સભ્ય બની શકાય છે. સિનિયર સીટીઝન ક્લબમાં સભ્ય ફી ૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને તેમાં ૫૫ વર્ષથી વધુ વયના ભાઈ-બહેનો સભ્ય થઇ શકશે.જયારે કપલ ક્લબની વાર્ષિક ફી બે વ્યક્તિના ૧૪૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ કપલ ક્લબમાં દંપતીને જ સભ્ય બનાવવામાં આવશે.

ફોર્મ ભરવાની તારીખ ૧૫મી માર્ચથી ૩૧મી માર્ચ સુધીની રહેશે અને નવું વર્ષ ૧લી એપ્રિલથી શરુ થશે. સભ્ય ફોર્મ સરગમ ક્લબની જુદી જુદી ઓફિસ ખાતે ભરી શકાશે હેમુ ગઢવી હોલ ખાતે પણ ફોર્મ સ્વીકારવામાં આવશે.ફોર્મ સ્વીકારવાનો સમય સવારે ૯-૩૦થી ૧ અને બપોરે ૪થી ૭નો રહેશે.સરગમ પરિવારના હાલના સભ્યોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યા છે.

સરગમ ક્લબ સંચાલિત ઇવનિંગ પોસ્ટ(સિનીયર સિટીઝન પાર્ક, જ્યુબિલી બાગ સામે )ના સભ્ય બનવા માટે ૨૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે.હાલના સભ્યો પણ ૨૦૦ રૂપિયા ભરીને ૨૦મી માર્ચથી ૨૮મી માર્ચ સુધી સભ્યપદ રીન્યુ કરાવી શકશે.આ માટેના ફોર્મ ઇવનિંગ પોસ્ટ ખાતેથી જ ૧૫મી માર્ચથી મળશે.જયારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં ૬ મહિના માટે મેમ્બરશિપ આપવામાં આવશે.નવું સભ્ય પદ તા.૧લી એપ્રિલથી આપવામાં આવશે.

પ્રથમ નાટ્ય શો

સરગમ ક્લબ ધ્વારા જેન્ટ્સ ક્લબના સભ્યો, આમંત્રિતો, દાતાઓ વગેરે માટે મુંબઈના પ્રખ્યાત નાટક ’ મારો વર પાછો કર ’નો શો તા. ૨૩મી ફેબ્રુઆરીએ રાત્રે ૧૦ વાગ્યે યોજવામાં આવ્યો છે. ઈમ્તિયાઝ પટેલ નિર્મિત આ નાટકમાં બકુલ ઠક્કર, સાચી પેશ્વાની વગેરે અભિનય આપી રહ્યા છે.

લેડીઝ ક્લબના એ ગ્રુપના સભ્યો માટે આ નાટક તા. ૨૩મીએ બપોરે ૩થી ૬ દરમિયાન અને બી ગ્રુપના સભ્યો માટે આ જ નાટક ૨૪મીએ બપોરે ૩ થી ૬ દરમિયાન યોજાશે.સિનિયર સીટીઝન ક્લબના  એ ગ્રુપના સભ્યો માટે આ નાટ્ય શો તા. ૨૩મીએ સાંજે ૬-૩૦થી ૯ દરમિયાન અને બી ગ્રુપના સભ્યો માટે ૨૪મીએ સાંજે ૬-૩૦થી ૯ દરમિયાન યોજાશે.

કપલ ક્લબના એ ગ્રુપના સભ્યો માટે આ નાટકનો શો તા. ૨૪મીએ રાત્રે ૧૦ વાગ્યે,બી ગ્રુપના સભ્યો માટે ૨૫મીએ રાત્રે ૧૦ વાગ્યે, સી ગ્રુપના સભ્યો માટે તા. ૨૬મીએ રાત્રે ૧૦ વાગ્યે અને ડી ગ્રુપના સભ્યો માટે આ નાટક તા. ૨૭મીએ રાત્રે ૧૦ વાગ્યે યોજાશે.જયારે ઈ ગ્રુપના સભ્યો માટે આ નાટક તા. ૨૮મીએ રાત્રે ૧૦ વાગ્યે યોજાશે.

બીજો નાટ્ય શો

સરગમ જેન્ટ્સ ક્લબના સભ્યો, દાતાઓ અને આમંત્રિતો માટે મુંબઈના નાટક ’ વિકાસ ગાંડો થયો છે ’નો શો તા. ૨જી માર્ચે રાત્રે ૧૦ વાગ્યે યોજવામાં આવશે.ઈમ્તિયાઝ પટેલ દિગ્દર્શિત આ નાટકમાં આશિષ ભટ્ટ, પ્રથમ ભટ્ટ, અમી ભાયાણી વગેરે અભિનય આપી રહ્યા છે.

સરગમ લેડીઝ ક્લબના એ ગૃપના સભ્યો માટે આ નાટ્ય શો તા. ૨જી માર્ચે બપોરે ૩થી ૬ દરમિયાન અને બી ગ્રુપના સભ્યો માટે ૩જી માર્ચે બપોરે ૩થી ૬ દરમિયાન યોજાશે.સિનિયર સીટીઝન ક્લબના એ ગ્રુપના સભ્યો માટે આ નાટ્ય શો તા. ૨મી માર્ચે સાંજે ૬-૩૦થી ૯ દરમિયાન યોજાશે જયારે બી ગ્રુપના સભ્યો માટે ૩જી માર્ચને સાંજે ૬-૩૦થી ૯ દરમિયાન યોજાશે.સી.ગ્રુપના સભ્યો માટે આ નાટક ૫મી માર્ચે રાત્રે ૧૦ વાગ્યે,ડી ગ્રુપના સભ્યો માટે તા. ૬ઠી માર્ચે રાત્રે ૧૦ વાગ્યે અને ઈ  ગ્રુપના સભ્યો માટે તા. ૭મીએ રાત્રે ૧૦ વાગ્યે યોજાશે.

ચિલ્ડ્રન ક્લબ માટે બે ફિલ્મ શો

સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે બે ફિલ્મ શો નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ફિલ્મનો એ ગ્રુપના સભ્યો માટે શો તા. ૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૩૦ થી ૧૧ દરમિયાન યોજાશે.બી ગ્રુપના સભ્યો માટે આ ફિલ્મ શો તા. ૧૭મીએ જ સવારે ૧૧-૩૦થી ૨ દરમિયાન અને સી ગ્રુપના સભ્યો માટે બપોરે ૨-૩૦થી ૫ વાગ્યા સુધી યોજાશે

બાળ દોસ્તો માટે બીજા ફિલ્મનો શો એ ગ્રુપ માટે તા. ૧૦મી માર્ચે સવારે ૮-૩૦થી ૧૧ વાગ્યા સુધી,બી ગ્રુપના સભ્યો માટે ૧૧-૩૦થી ૨ વાગ્યા સુધી અને સી ગ્રુપના સભ્યો માટે બપોરે ૨-૩૦થી ૫ વાગ્યા સુધી યોજાશે

બાળ સભ્યોને ગીફ્ટ

સરગમ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યોને સરગમ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે જુદા જુદા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને બાળ સભ્યો તેમાં હોંશે હોંશે ભાગ લ્યે છે.

 બોલીવુડ નાઈટ

મુંબઈ સ્થિત વી.આર.કે.પ્રોડક્શન અને સરગમ ક્લબ ધ્વારા આગામી ૧૭મી ફેબ્રુઆરીએ રાત્રે હેમુ ગઢવી હોલમાં બોલીવુડ મ્યુઝિકલ કારવાંનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિકલ ઇવેન્ટમાં બોલીવુડ અને ટેલીવુડના ઉભરતા સિંગરો જુના-નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમ ફક્ત આમંત્રિતો માટે જ છે

આ મ્યુઝિકલ કારવાંમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી પ્લેબેક સિંગર રેશમી કુમાર પોતાના ગળાનો પરિચય આપશે આ ઉપરાંત પુરણ  શિવા ( તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંના ટાઇટલ સોન્ગ સિંગર ), એની ચેટર્જી ( કુમાર સાનુના સ્ટેજ કલીગ),  જયકુમાર પટેલ, અને રાજેશ ઐયર ( કલ્યાણજી આણંદજી ગ્રુપ ))વગેરે પણ ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમના એન્કર તરીકે અનુપમાસિંગ સેવા આપશે. બોલીવુડના મ્યુઝિક ડાયરેક્ટર નિખિલ કામથના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

કૃષ્ણ કથા

સરગમ ક્લબ દ્વારા તેના સભ્યો માટે અમૂલ્ય કૃષ્ણ કથાનો પણ લાભ આપવામાં આવશે.આગામી ૧૨મી માર્ચથી ૧૪મી માર્ચ સુધી એટલે કે ત્રણ દિવસ માટે સ્નેહ  દેસાઈની કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષ્ણ કથા સવારે ૭થી ૯ દરમિયાન યોજાશે અને તેમાં વહેલો તે પહેલાના ધોરણે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.આ કૃષ્ણ કથાનો લાભ લેવા માંગતા ભાવિકોએ સવારે ૬-૪૫ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન મેળવી લેવાનું રહેશે.આ કથામાં સરગમ પરિવાર ઉપરાંત શહેરની જાહેર જનતાને પણ પ્રવેશ આપવામાં આવશે. કૃષ્ણ સખા સ્નેહ દેસાઈના મુખે શ્રી કૃષ્ણલીલામૃત સાંભળવી એક લ્હાવો છે.

શાસ્ત્રીય રાગ આધારિત ફિલ્મી ગીતો

સરગમ ક્લબ અને પટેલ   કલચરલ  ફાઉન્ડેશન ( મુંબઈ ) ના સયુંકત ઉપક્રમે આગામી ૨૨મી માર્ચે રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલમાં શાસ્ત્રીય રાગ આધારિત શંકર – જયકિશનના  સદાબહાર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં મુંબઈના પંડિતા  અમરેન્દ્ર ધનેશ્વર અને પુનાના વિદુષી સાનિયા પાટણકર વગેરે ફિલ્મી ગીતો રજૂ કરશે.આ કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

નવી બે પ્રવૃત્તિ

સરગમ ક્લબ હાલમાં જુદી જુદી ૩૯ પ્રવૃતિઓનું સંચાલન કરે છે અને હવે આવનારા દિવસોમાં ૪૦ અને ૪૧મી પ્રવૃત્તિ શરુ કરનાર છે. આગામી ૨૪મી માર્ચે  જામનગર રોડ ઉપર નાગેશ્વર જૈન મંદિરની બાજુમાં રાહત દરે આરોગ્ય સેન્ટર અને બહેનો માટે હેલ્થ ક્લબ શરુ કરવામાં આવશે.

આ બંને સેવા પ્રવૃત્તિ માટે અમદાવાદના વર્ધમાન ગ્રુપના ડાયરેક્ટરો  હરીશભાઈ રતિલાલ મહેતા, મિલન હરીશભાઈ મહેતા,કેતનભાઈ ગિરધરભાઈ પટેલ અને દાનુભા ગુમાનસિંહ જાડેજા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. વર્ધમાન ગ્રુપના આ દાતાઓ દ્વારા ૧૫૦ વાર જમીનમાં બે માળનું મકાન બાંધી આપવામાં આવ્યું છે અને ફર્નિચર સહિતની સુવિધાઓ ઉભી કરવાની ખાતરી આપવામાં આવી છે.

લેડીઝ હેલ્થ ક્લબમા વિવિધ સાધનો અને આરોગ્ય સેન્ટરમાં લેબોરેટરીના સાધનો પણ દાતાઓ દ્વારા આપવામાં આવશે. ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર  વર્ધમાન ગ્રુપ દ્વારા આરોગ્ય સેન્ટર અને હેલ્થ ક્લબના સંચાલન માટે દર માસે એક લાખ રૂપિયા આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

સરગમ પરિવારના વિવિધ કાર્યક્રમો સફળ રીતે પાર પડે અને સભ્યોને પૂરતું મનોરંજન મળી રહે તે માટે ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત મંત્રી મૌલેશભાઇ પટેલ, ખજાનચી સ્મિતભાઈ પટેલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયા, અરવિંદભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ,યોગેશભાઈ પુજારા, કિરીટભાઈ આદ્રોજા, શિવલાલભાઈ રામાણી, મિતેનભાઈ મહેતા, લલિતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, જયેશભાઇ વસા, જીતુભાઇ ચંદારાણા, વિનોદભાઈ પંજાબી, ભરતભાઈ સોલંકી, રમેશભાઈ અકબરી, મનસુખભાઇ ધંધુકિયા, રાજેન્દ્રભાઇ શેઠ, રાજભા ગોહિલ, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ ડોબરિયા,  લેડીઝ ક્લબના ચેરપર્સન ડો. ચંદાબેન શાહ, પ્રમુખ નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જસુમતીબેન વસાણી, રેશ્માબેન સોલંકી, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ભાવનાબેન માવાણી , ગીતાબેન હિરાણી ભાવનાબેન ધનેશા, સુધાબેન ભાયા, છાયાબેન દવે, ઉપરાંત બંને ક્લબના ૧૫૦થી વધુ કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.