બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાનની સાથે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ તેમજ લેઉવા પટેલ સમાજ અતિથી ભવન વેરાવળ-સોમનાથના હોદેદારોનો સન્માન સમારંભ: આયોજકો ‘અબતક’ના આંગણે
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સર્વરોગ નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પની સાથે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ સમાજ અતિથી ભવન વેરાવળ-સોમનાથના હોદેદારોનો સન્માન સમારંભ પણ યોજાશે.
આ કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે અને સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. આ સાથે બ્રહ્માકુમારીઝના અંજુદીદીનું પ્રેરક પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને લઈ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના હોદેદારોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી અને વાઈસ પ્રેસિડેન્ટ જયેશભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું છે. સંસ્થાની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવેલી છે. જેમાં દર વર્ષે આ સંસ્થા સામાજિક અને ધાર્મિક કાર્યો કરે છે. જેમાં આ વર્ષે પણ બ્લડ ડોનેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું ૧૭ ફેબ્રુઆરી રવિવારે સરદાર પટેલ ભવન ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ખુબ જરૂરી છે. આ કેમ્પ સવારે ૭:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૦ થી ૩૫૦ બ્લડ બોટલ એકત્રિત થાય તેવું આયોજન છે. રેડક્રોસ અને હોલીએન્ટ્રીના સહયોગથી આ ડોનેશન કેમ્પને સફળ બનાવવાનું આયોજન છે. જયારે સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.રામોતીયા, ડો.વસાણી, ડો.વસોયા નિ:સ્વાર્થભાવે નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે તો આ કેમ્પ તેમજ પ્રવચનનો લાભ લેવા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.