ક્રેઈનની મદદ લઈ ગૌ માતાને બચાવી લેતા જીવદયા પ્રેમીઓ
આ વર્ષે વરસાદ નહીવત થતા કયાય લીલુ સુકુ ધાસ મલતુ નથી સીમ અને ગૌચરમા કયાય ચરિયાણ છે નહી પરિણામે રેઢીયાર મુંગાપશુઓ પોતાની ભુખ સંતોષવા અહી તહી ભટકી રહયા છે બજારોમા રખડી પ્લાસ્ટીક પુઠાઓ સહીત અખાદ્ય વસ્તુઓ પેટમા પધરાવી પોતાની ભુખ શાત કરવા તો અમુક અબોલ પશુઓ રાત દિન પોતાના જઠારાગ્નિઠ ને શાંત કરવા વાડીઓમા હવાતિયા મારતા હોય છે
કયારેક ખોરાકની શોધમા ભટકતા અબોલ પશુઓ અનાયસે વાડીઓ ના કુવામા ખાબકતા હોવાના ધણા બનાવો બનતા હોય છે તાજેતરમાજ સરાગામે સીમ વિસ્તારમા ખોરાકની શોધમા ભટકતી ગાય વાડીના કુવામા ખાબકતા જીવદયા પ્રેમીઓને જાણ થતા ક્રેઇનની મદદ થકી મહામુસીબતે ગૌમાતાનો આબાદ જીવ બચાવેલ હતો.
મૂળી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યાબાદ પણ માલધારીઓને પોતાના પશુધન માટે ધાસચારો આપવામા વિલંબ કરતા પશુપાલકો ન છુટકે પોતાના પશુઓને રેઢીયાર હાલતમા છોડી દેતા ગ્રામ્ય પંથકમા પણ રેઢીયાર પશુઓની સંખ્યાઓ વધી રહી છે સરા મેલડી માતાજીના ભુવા ચંન્દ્રકાંન્ત ભાઇ દોશી જતિનભાઇ સતિષભાઇ ભરવાડ સહીત જીવદયા પ્રેમીઓએ અછતના કપરા સંજોગોમા સરકારશ્રી દ્રારા તાકિદે ધાસચારો ફાળવે તેવી લાગણી અને માગણી વ્યકત કરી હતી.