- વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર
- વીવાયઓ ભારત વિવિધ શાખાઓના એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન
રાજકોટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં આવતીકાલે સાંજે 5:00 કલાકથી ભજન સંધ્યા, શ્રીના મંગલ વચનામૃત, સાંસ્કૃતિક કાર્યક્રમ, મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વીવાયઓ શ્રીનાથ ધામ હવેલીનો સપ્તમ પાટોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે હવેલીના પટાંગણમાં ઉજવવામાં આવશે.
આ ભવ્ય આયોજનમાં વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વીવાયઓ દ્વારા સમગ્ર ભારતમાં 1 કરોડ થેલેસેમીયા મેગા ટેસ્ટ ડ્રાઈવનું નિ:શુલ્ક ટેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને વીવાયઓ શ્રીનાથ ધામ હવેલીમાં શ્રી ઠાકોરજીના સુખાર્થે ભવ્ય રાજદરબાર મનોરથ દર્શનનો લાભ શહેરીજનોને પ્રાપ્ત થશે. સમગ્ર આયોજન બાદ વૈષ્ણવ ફરાળી પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલ છે.
પૂજ્ય શ્રી દ્વારા હવેલીમાં શ્રી ઠાકોરજી સન્મુખ તારીખ 27-માર્ચના રોજ સવારે 7:00 કલાકે બ્રહ્મસબંધ દીક્ષા તેમજ ઠાકુરજી પુષ્ટીકરણ કરવામાં આવશે. ઈચ્છુક વૈષ્ણવોએ હવેલી કાર્યાલયમાં તેમજ નંબર 93162 53423 પર નામ નોંધાવાના રહેશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભારતની વિવિધ શાખાઓ ને એવોર્ડનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં વૈષ્ણવો ભક્તિના રંગે રંગાશે તેમજ વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતા એવમ મંગલ સાનિધ્યમાં શ્રીનાથજી હવેલી ખાતે તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે