રાજકોટના આંગણે શરુ થનાર સંગીત મહોત્સવ સપ્ત સંગીતિ 2024નો પ્રારંભ હેમુ ગઢવી હોલ ખાતે થવા જઈ રહ્યો છે. આજના પ્રથમ દિવસે પૂના સ્થીત ક્લાસિકલ ફ્યુઝન બેન્ડ તન્મય ઇન હાર્મની ના આઠ કલાકારોનું વૃંદ શ્રોતાઓને સંમોહિત કરવા જઈ રહ્યું છે. આ બેન્ડ શ્રોતાઓને સંમિલિત કરી ઇન્ડિયન ક્લાસિકલ, જાઝ, ગઝલ, અને ક્લાસિકલ બોલીવુડ સંગીત રજૂ કરતું આવ્યું છે. સંપૂર્ણ નવીન શૈલીથી હાર્મોનિયમ, તબલા, ડ્રમ્સ, ગિટાર, કીબોર્ડની રજૂઆત કે જેમાં હારમોનિયમ વાદ્ય તરીકે મુખ્ય ભાગ ભજવશે તે આ બેન્ડની વિશેષતા છે. આ બેન્ડનો મુખ્ય ઉદ્દેશ નવીન રસપ્રદ પ્રયોગાત્મક રજુઆત સાથે શાસ્ત્રીય સંગીતના મૂળને જાળવી રાખવાનો છે. આ બેન્ડ સંગીતના વિવિધ જોનર્સ પરફોર્મ કરે છે અને આ બેન્ડના શ્રોતાઓ દરેક વયજૂથ સભ્યો હોય છે. આજે સપ્ત સંગીતિના મંચ ઉપર ઘણા નવા પ્રયોગો આ બેન્ડ કરવાનું છે.
તન્મય ઇન હાર્મની બેન્ડને માણવા માટે કલા રસીકો આતુર: હેમુ ગઢવી ઓડીટોરીયમ સામે એ.વી.પી.ટી.આઇ.ના ગ્રાઉન્ડમાં પાર્કીંગ વ્યવસ્થા
આજના તમામ કલાકારોનો ટૂકો પરિચય મેળવીએ. તન્મય દેવચાક દેશના યુવાન પ્રતિભાવાન હાર્મોનિયમવાદકમાં નામના ધરાવે છે. તેમણે તન્મય ઈન હાર્મની બેન્ડની સ્થાપના કરી છે. તેમણે પ્રારંભિક તાલીમ પિતાજી અને દાદાજી પાસે લઈને ઉચ્ચ તાલીપ પં ઉલ્હાસ કશાલકરજી પં સુરેશ તલવલકરજી અને પં પ્રમોદ મરાઠેજી પાસે પ્રાપ્ત કરી છે. તેમણે પં.સ્વપન ચૌધરી, ઉ.ઝાકીર હુસૈન, ડો.અશ્વિની ભીડે, પં આનીન્દો ચેટર્જી, પં.ઉલ્હાસ કશાલકર, પં.સુરેશ તલવલકર સાથે સંગત કરેલી છે. બેન્ડના માધ્યમથી હાર્મોનિયમના અલગ અલગ પહેલુંઓને શ્રોતાઓ સુધી સુંદર રીતે પહોચાડે છે. તન્મયે તન્મય ઇન હાર્મની બેન્ડની સ્થાપના કરી નવુ સંગીત કમ્પોઝ કરી એક નવીન રીતે શ્રોતાઓને સંગીત સાથે જોડવાનું કાર્ય કર્યું છે. બેન્ડના બીજા કલાકાર અભિષેક ભુરુક અનુભવી યુવા ડ્રમર છે. તેઓ ઘણા વર્ષોથી તલયોગી પં.સુરેશ તલવલકર તાલીમ લઇ રહ્યા છે તથા બોલીવુડમાં ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત કલાકારો સાથે વાદન કરેલું છે. તેમણે ચેન્નઈ સ્થિત ઇલ્યારાજની એકેડેમીમાં ડ્રમ્સની તાલીમ મેળવી છે. તેમનો જન્મ પૂનામાં સંગીત રસિક પરિવારમાં થયો છે. તથા પં.વિજય ઘાટે, પં.યોગેશ સમશીજી, શિવામની, સત્યજીત તલવલકર, હરિહરન, શંકર મહાદેવન, સુરેશ વાડકરજી, રાહુલ દેશપાંડે સાથે કલા પ્રસ્તુત કરી છે.
હાર્મની બેન્ડના અન્ય કલાકાર આશય કુલકર્ણી તબલાવાદન રજુ કરશે. તેમની શરૂઆતની તાલીમ કોલ્હાપુર ખાતે શ્રી રાજપ્રસાદ ધર્માધિકારી પાસે થઈ. તેઓ દેશના દિગ્ગજ તબલા ગુરુ પં.સુરેશ તલવલકરજીના શિષ્ય છે. તેમણે ગુરુજીવ સુરેશજી સાથે અનેક કાર્યક્રમોમાં તબલા સાથ આપ્યો છે. તથા એન.સી.પી.એ મુંબઈ ખાતે સોલો તબલાવાદન રજુ કરેલું છે. આ ઉપરાંત તેમણે પં. ઉલ્હાસ કશાલકરજી, ડો.એન. રાજમ તથા કથક નૃત્યના ગુરુ સમા ભાટેજી સાથે તબલા સંગત કરેલી છે. બેન્ડના ચોથા કલાકાર રાહુલ વાધવાણી પોપ, જાઝ સંગીતના પિયાનો અને કીબોર્ડ કલાકાર છે. તેમણે શાંતનું મોઈત્રા, અશ્વિન શ્રીનિવાસ, જીનો બેંક્સ, ગાય બર્નફેલ્ડ, ક્રિશ્ચિયન વેન્ડટ, માર્ક હાર્ટસચ, એબોસ કોસિમોવ, રસિકા શેખર, રાકેશ ચોરસિયા, સંજય દિવેચા જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરેલું છે.
રાહુલ દેશના પ્રમુખ જાઝ પિયાનોઈસ્ટમાંના એક છે. તેમણે ઓસ્ટ્રેલીયાના પ્રખ્યાત ટ્રમ્પેટ વાદક મેનફ્રેડ વેઇનબર્ગર સાથે એક્સ્પ્લોરેશન બીયોન્ડ ધ બાઉન્ડ્રીઝ આલ્બમ રિલિઝ કર્યું છે જે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંગીત રસિકોમાં પોપ્યુલર બની રહ્યું છે. બેન્ડના અન્ય કલાકાર તન્મય પવાર યુવા ગીટાર વાદક છે. તેમણે બોલીવુડ અને અનેક એરિયલોમાં કલા પ્રસ્તુત કરી છે. એમટીવી કોક સ્ટુડિયો જેવા શોમાં પણ પરફોર્મ કરેલું છે. તન્મય મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે.
ઈન્ડિયન ક્લાસીકલ, જાઝ, બ્લૂઝ, રોક, બોલીવુડ, ફોક અને વેસ્ટર્ન સંગીતમાં ગિટાર વાદનનો અનુભવ ધરાવે છે. તેમણે કોર્પોરેટ જોબ છોડી ગિટારને વ્યવસાયિકપણે અપનાવીને સંગીતની સાધના કરે છે. હાર્મની બેન્ડમાં અમિત ગાડગીલ ફ્રીલાન્સર બાઝ ગિટાર પ્લેયર છે. સ્કૂલ સમયથી તેમણે ગિટાર શીખવાનું શરૂ કરી દીધું હતું સમય જતા તેમણે અનેક કલાકારોને પોતાના પ્રેરણા સ્ત્રોત બનાવી તાલીમ મેળવી છે. તેઓ બોમ્બે અને પુના ખાતે અનેક બેન્ડ્ઝ સાથે જોડાયેલા છે. તેમણે અનેક પ્રતિષ્ઠીત બેન્ડ સાથે ગીટાર વાદક કર્યું છે. તેમજ અનેક ટેલીવિઝન ચેનલો પર અને પ્રતિષ્ઠીત જગ્યાઓએ કલા પ્રદર્શીત કરી છે.
કંઠય સંગીતમાં વિરાજ ભાવસાર સાથ નિભાવશે તેઓ વલસાડ સ્થિત કલાકાર છે. તેમણે બી.એ. નો અભ્યાસ સંસ્કૃત અને અંગ્રેજી વિષયમાં કર્યો છે. તેમજ સંગીત વિશારદ અને અલંકાર કરેલું છે. તેમણે કથક નૃત્ય અને તબલાં વાદનનો અભ્યાસ પણ કરેલો છે. તેઓ જે.પી.શ્રોફ કોલેજમાં વિઝીટીંગ ફેકલ્ટી છે અને અન્ય ક્લાસમાં પણ સંગીતની તાલીમ આપી રહ્યા છે. વિરાજ આકાશવાણીના ગ્રેડેડ કલાકાર છે. તાજેતરમાં તેમનું ગાયન દૂરદર્શન અમદાવાદ પરથી ગઝલ ગુર્જરી કાર્યક્રમમાં પ્રસારિત થયુ છે. બેન્ડના અંતિમ અને આઠમા કલાકાર દેશણા ભાવસાર તન્મયજીના બેન્ડ સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે અને અનેક પ્રતિષ્ઠીત જગ્યા એ ગાયન રજૂ કર્યું છે. તેઓ વલસાડ સ્થિત કલાકાર છે. તેમજ વિરાજ ભાવસાર સાથે આજના કાર્યક્રમમાં વોકલ સપોર્ટ કરી રહ્યા છે. આજના કાર્યક્રમને અવિસ્મરણિય બનાવવા ટીમ નીઓ કટીબધ્ધ છે.