સેફાયર ફુડસ ઇન્ડિયા લિમીટેડનો આઇપીઓ આજથી ખુલ્યો છે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇકિવટી શેરદીઠ રૂ. 1,120 થી 1,180 નકકી થઇ છે. બિડ લધુતમ 12 ઇકિવટી શેર અને પછી 1ર ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે.

આઇપીઓમાં રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા 17,569,941 ઇકિવટી શેર (ઇકિવટી શેર) ના વેચાણની ઓફર સામેલ છે. જેમાં કયુએસઆર મેનેજમેન્ટ ટ્રસ્ટના 850,000 ઇકિવટી શેર, સેફાયર ફુડસ મોરેશિયસ લિમિટેડ (કયુએસઆર મેનેજમેન્ટ ટ્રસ્ટ સાથે સંયુકતપણે, પ્રમોટર વિક્રેતા શેરધારકો), ના 5,569,533 ઇકિવટી શેર, ડબલ્યુડબલ્યુડી રૂબી લિમિટેડના 4,546,706 ઇકિવટી શેર, એમીથિસ્ટ પ્રાઇવેટ લિમિટેડના 3,961,737 ઇકિવટી શેર, એએજેવી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના 80,169 ઇકિવટી શેર, એડલવાઇસ ક્રોસઓવર ઓર્પોર્ચ્યુનિટીઝ ફંડૂસના 1,615,569 ઇકિવટી શેર અને એડલવાઇસ ક્રોસઓવર ઓપોર્ચ્યુનિટીઝ ફંંડન્સીરીઝ ર (ડબલ્યુ, ડબ્લ્યુ રૂબી લિમિટેડ સાથે સંયુકત પણે રોકાણકાર વિક્રેતા શેર ધારકો) ના 646,227 ઇકિવટી શેર સામેલ છે.

જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે કવોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ બાયર્સ ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં અમારી કંપની અને વિક્રેતા શેર ધારકો (ડબલ્યુ ડબલ્યુડી રુબી લિમિટેડ સિવાય) બીઆરએલએમ સાથે ચર્ચા કરીને કયુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને સપ્રમાણ આધારે ફાળવી શકે છે. એન્કર રોકાણકાર પોર્શનનો એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે. જે તેમની પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

કયુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શનને બાદ કરતાં) તો પ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ અને કયુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહીત તમામ કયુઆઇબી બિડર્સને (એન્કર રોકાણકારો સિવાય) ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધીન છે.

જો કે જો મ્યુચ્યુઅલ પાસેથી કુલ માગ કયુઆઇબી હિસ્સાના પ ટકાથી ઓછી રહેશે. તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ઉમેરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.