રસોઇ ઘરમાં રહેલી વસ્તુઅસો તમામ સૌંદર્ય સમસ્યાનું નિવારણ છે. પણ આપણે તેના ગુણો વિશે જાણતા નથી. સુંદરતા માટે સ્ત્રીઓ ખુબજ સક્રિય હોય છે. માટે તેઓ તીખાના દાણાનો ઉપયોગ કરી શકે છે. ત્વચાને સાફ કરવાની સાથે જ તીખા તેને સુંદર પણ બનાવે છે. અડધી ચમચી તીખાના ભુકામાં બે ચમચી દહી ઉમેરી બરાબર મિકસ કરો અને આ પેસ્ટને ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખી ત્યારબાદ ચહેરો ધોવાથી ત્વચામાં નિખાર આવે છે.આ ફેસપેકને તમે કોઇ સિઝનમાં ઉપયોગમાં લઇ શકો છો.
એક ચમચી મધ અને અડધી ચમચી તીખાનો પાઉડર ભેળવીને લગાવવાથી પણ ચહેરો નિખરી ઉઠે છે અને ત્વચા ચમકદાર બને છે. તમે મલ્ટીપલ ફેસપેકી ફેશિયલપણ કરી શકો છો. તીખાનું તેલ પણ તમને બજારમાં મળી રહેશે. આ તેલમાં ૧૦૦ મિલિ લિટર બોડી લોશન ઉમેરી સરખી રીતે મિકસ કરીને રાતે સુતા પહેલા લગાડવાથી ડાર્ક અવા ટેન થયેલી ત્વચા સ્વસ્થ બને છે
અને આ મિશ્રણનો કાયમી ઉપયોગ કરવાથી તમને સમયાંતર બાદ ત્વચામાં ગોરાપન પણ મહેસુસ થશે. તીખાના ઉપયોગ સિવાય અન્ય ઘણાં મસાલાઓ છે જેના ઉપયોગી સુંદરતા મેળવી શકાય છે. નાની-દાદીના ઘરેલું નુસ્ખા ખરેખર અસરકારક હોય છે.