૧૦૦ જેટલા સિરામિક ઉદ્યોગો સહિત માટેલ ખોડિયાર મંદિર અને પંચાયતો દ્વારા રજુઆત
પવિત્ર યાત્રાધામ માટેલ જવા માટેના રોડની હાલત અત્યંત બદતર બની જતા આ મામલે સતત રજૂઆતો બાદ પણ ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ હા ધરવામાં ન આવતા અંતે ગઈકાલે સીરામીક ઉધોગકારો,ખોડિયાર માતાજી મંદિર સંસ,ઢુંવા માટેલ પંચાયત અને લાકડધાર પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ખોડીયારધામ જવા માટેના મુખ્ય માર્ગને બે વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવાયા બાદ ભયંકર ભ્રષ્ટાચારના પાપે બે વર્ષમાં આ રોડ હતો ન હતો ઈ જતા ઢુંવા,માટેલ-વિરપર,અને લકકડધાર ગ્રામ પંચાયત અને આ વિસ્તારમાં ફેક્ટરીઓ ધરાવતા ઉધોગપતિ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી આદર્શ સાંસદ ગામનો રોડ તાકીદે નવો બનાવવા માંગ કરી હતી.
વધુમાં માટેલ ગામ પ્રધાન મંત્રીની આદર્શ ગ્રામ યીજના હેઠળ આદર્શ સાંસદ ગ્રામ હેઠળ આવે છે (માત્ર કાગળ ઉપર) ઢુંવાથી માટેલ સુધી નો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘા ઇન્ફો.પ્રા.લી. નામની કંપનીને કોન્ટ્રાકટ આપી બનાવવામાં આવ્યો હતો અને એપ્રિલ ૨૦૧૫ માં રોડ નું કામ પૂરું યાનું બોર્ડ લગાવી સરકાર દ્વારા આ રસતાને આગલા પાંચ વર્ષ માટે સમાર કામના રૂપિયા ૫૫ લાખી વધુ ચૂકવવમાં આવ્યા છે.પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આંવ્યે બનેલા આ રોડ ને હજુ બે વર્ષ માંડ પુરા યા છે ત્યાં જ રોડ નેસ્ત નાબૂદ યો છે આ સંજોગોમાં રોડ બનવવા ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની બદબુ આવી રહી છે અને તેી જ માર્ગ મકાન વિભાગ આ મામલે ચૂપ બેઠું છે અન્યા આ રોડનું સમારકામ કરવા સરકારે કોન્ટ્રાક્ટરને ૫૫ લાખ વધારાના આપ્યા હોવા છતાં ગેરંટી પિરિયડમાં જ રોડ ગાયબ તા કોન્ટ્રકતેને જવાબદાર ગની પગલાં લેવા જોઈએ.
દરમિયાન આ મામલે માટેલ-વિરપર ગ્રામ પંચાયત,ઢુંવા ગ્રામ પંચાયત,ખોડિયાર માતાજી મંદિર સંસ અને ઉદ્યોગપતિઓ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી ઉપરોક્ત તમામ હકીકતી વાકેફ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક રોડ બનાવવા માંગ કરી હતી.રજુઆતમાં જણાવાયા મુજબ માટેલ રોડ ઉપર ૧૦૦ થી વધુ ફેક્ટરીઓ આવેલી છે ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ની આવન-જાવન રહેવાની સો અહીં કારખાનામાં કામ કરતા અનેક પરિવારો,વિર્દ્યાથીઓ ઉબળ ખબડ રોડને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે અને ભયંકર ધૂળ ઉડવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાનની ભીતિ છે તેમજ રોજે રોજ અકસ્માતો સર્જાતા હોય ગેરંટી વાળા આ રોડને તાકીદે નવો બનાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
આ સંજોગોમાં જો સાંસદસભ્યના આદર્શ ગામમાં જ કોન્ટ્રાક્ટરો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ મિલીભગત કરી લોકોને ઉલ્લુ બનાવતા હોય તો અન્ય ગામોની વાત કરવી જ ર્વ્ય છે.
માટેલ પવિત્ર યાત્રાધામ હોય માટેલ રોડ પર ચાલીને જતા પદયાત્રીઓની હાલત દયાજનક હોવાી ફરી એકવાર રજુઆત કરી તંત્રને પવિત્ર યાત્રાધામના ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ યાદ કરાવવામાં આવ્યું છે.