યુટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી આ નામ બહુ લોકપ્રિય છે. 25 વર્ષીય સાંત્વની ત્રિવેદીએ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. યુવા પેઢીને સાંત્વનીના ગીતો બહુ ગમે છે અને તેના ગરબાને લોકગીતો ભલભલાને નાચતા કરી દે તેવા હોય છે. સાંત્વનીના માતા પણ સિંગર છે. જ્યારે તેણીના પપ્પા રિધમિસ્ટ છે. સાંત્વનીને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન ઘર તરફથી જ મળ્યું છે. જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું છે કે, “This is how we wrap up 2024 and step into 2025 with Music , Happy Heart and Pure Joy ✨”
તેણીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેણીનો આ લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. આ તસવીરોમાં તેણી ચણિયાચોલી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ ગોલ્ડન કલરનો ચણિયો અને રેડ બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ્સ પહેર્યા છે. લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં કડુ પહેર્યું છે અને કાનમાં ઈયરિંગ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.