સંતરામપુર તાલુકો એટલે અદિવાસી વસ્તી ધરાવતો તાલુકો, હાલમાં આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં પુસકલ પ્રમાળમાં લગ્નની સીઝન ખુલી છે ચોમેર લગ્ન અને લગ્ન જોવા મળે છે, આદિવાસી સમાજના લોકો કપડાં, સોના ચાંદીના દાગીના, વાસણ,ઈલેક્ટ્રીક સામાન ની ખરીદી કરે છે તેવામાં નાણાંની જરૂરીયાત ઉભી થાય ત્યારે બેંકમાં નાણાં માટે જતા ત્યાં પણ પુરેપુરા નાણાં મડતાં નથી અને બેંકોના એટીએમ પણ ખાલી ખમ છે ત્યારે જવું તો જવું ક્યાં તેવો ઘાટ આદિવાસી પ્રજાનો થયેલો જોવા મળે છે.
સરકારી બેન્કોવાળા પૂરતા નાણાં આપતા નથી અને બેંકોના એટીએમ પણ બંધ છે, ત્યારે પ્રજા એ પોતાના નાણાં મેળવવા માટે ધર્મ ધક્કા ખાવાના અને આવેલ અવસર માતે બજાર માંથી વ્યાજે નાણાં લાવી પ્રસંગ બનાવવનો જે કેટલા અંશે વ્યજબી ગણાય ???
નોટબંધી પછી એટીએમ રેગ્યુલર રીતે ચાલુ થ્યાંજ નથી, ત્યારે ગામડાની પ્રજા તેમજ નોકરિયાત વર્ગને પણ આ પરિસ્થિતિમાં થી પસાર થવું પડે છે ત્યારે બેક ના અધિકારીઓ આ બાબતે યોગ્ય ઘટતું કરી ખાલી એટીએમમાં નાણાં ભરી લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરે તેવી જનતાની માંગણી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com