ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પૂ.વિશ્ર્વંભરભારતીજી મહારાજની અધ્યક્ષતામાં આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત નરેન્દ્ર બાપુ તથા લલિત કિશોરજી મહારાજ દ્વારા રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી. જેમાં ગીરનાર ક્ષેત્રની સીડી (પગથીયા) નીચેથી લઈ ગુરૂ દતાત્રેયની ટીપ સુધીનો તાત્કાલિક યોગ્ય ર્જીણોધાર માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવી અને તાત્કાલિક કામ શરૂ કરાવવુ તથા અનેક મુદાઓની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા કરી અને સાધુ સંતોના પ્રશ્ર્નોના તાત્કાલિક ઉકેલ માટે રજુઆતો કરવામાં આવી હતી.
આ બાબતે મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો. તેમજ ટુંક સમયમાં જ સરકારમાં નિર્ણયો કરી અને આ બાબતે સરકાર દ્વારા યોગ્ય જાહેરાતો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમજ રજુ કરવામાં આવેલા પ્રશ્ર્નોમાંથી મહદઅંશે દરેક પ્રશ્ર્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવેલ હતું. તેમજ આવતા વર્ષથી મહાશિવરાત્રીના પ્રસંગ તેમજ મેળાને મીની કુંભ મેળાનો દરજજો આપી અને મહાશિવરાત્રીના પ્રસંગ માટે ખાસ અલગથી ગ્રાન્ટ આપવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી જેનો મુખ્યમંત્રી દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો.
આ તકે મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પૂ.સ્વામિ વિશ્ર્વંભરભારતીજી મહારાજ, આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત નરેન્દ્રભાઈબાપુ તથા લલિત કિશોરજી મહારાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ફુલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રીને મહાશિવરાત્રીના પર્વ નિમિતે મહાશિવરાત્રીના દિવસે સંત દર્શન તેમજ રવેડી દર્શન માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
જેને મુખ્યમંત્રીએ આમંત્રણનો સહર્ષ સ્વિકાર કર્યો હતો. તેમજ સંતો-મહંતો દ્વારા મુખ્યમંત્રીને મહાશિવરાત્રીના પર્વના મહિમાની વાત કરતા જણાવ્યું હતું કે, વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં ‘તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે’, ‘નવનાથ, ૮૪ સિદ્ધ’, ‘૬૪ જોગણીઓ’ અને જેના શિખરો પર ગુ‚ ગોરખનાથ, ગુ‚ દતાત્રેયના બેસણા છે અને જયાં માં જગદંબા અંબાજી માતા બિરાજે છે, એવા પવિત્ર ગિરનારની ગોદમાં જુનાગઢ વસેલું છે ત્યારે ભોળાનાથ પધારે છે.
મહાશિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વારા જીવરાજબાપુ ગુ‚શ્રી શામજીબાપુની આજ્ઞાથી જ્ઞાતિ જાતિના ભેદભાવ ગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના કાર્યક્રમ મેળાની તા.૯/૨ને શુક્રવારે સવારે સંતો-મહંતો દ્વારા ધર્મ ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. તેમજ જાહેર અન્નક્ષેત્રનું ઉદઘાટન કરી ખુલ્લુ મુકાશે. તે તા.૧૪ને બુધવાર સવાર સુધી ચાલુ રહેશે. આ અન્નક્ષેત્રમાં દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્ર્વરો અને મહાનુભાવો પધારી આશીર્વાદ પાઠવશે. તેમજ દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મેળામાં પધારતા તમામ ભાવિક ભકતજનો, માતાઓ, બહેનો, વડિલો, બાળકો, યુવાનોને ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે આહવાન કરાયું છે.