રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટનામાં 8 વર્ષથી ઓછી વયના 5 બાળકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી ચાર ભાઈ-બહેન હતાં. આ બાળકો સંતાકુકડી રમતા અનાજની ટેન્કની અંદર છુપાયા હતા. ટેન્કનું ધાંકણું બંધ થતા બાળકોનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું. સોમવારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના રવિવારે બપોરે બીકાનેર જિલ્લાના હિંમતસર ગામમાં બની હતી.

બધા બાળકોની ઉંમર 8 વર્ષથી ઓછી

મૃત્યુ પામેલા બધા બાળકો 8 વર્ષથી ઓછી ઉંમરના છે. લાંબા સમયથી બાળકો ન જોતાં તેની માતા ઘરની દરેક જગ્યાએ તેની શોધ કરી રહી હતી, ત્યારે અનાજની ટાંકીમાં પોતાના બાળકોની સાથે પાંચમાં બાળકનો મૃતદેહ જોઇને સ્તબ્ધ થઈ ગઈ હતી.

આ બાળકોમાં ત્રણ બહેનો રવિના(7), રાધા(5), ટીંકુ(5) સાથે તેનો ભાઈ સેવારામ (4) અને પડોશમાં રહેતા મેઘારામ સાથે હતો. આ બાળકો લોખંડની બનેલી 5 ફૂટ ઊંડા અને 3 ફૂટ પહોળા અનાજની ટાંકીની અંદર સુપાયા હતાં. ટાંકીનું ધાંકણું ખૂબ જ ભારે હતું, તેથી જ્યારે તે બંધ થયું ત્યારે બાળકો તેને ખોલી શક્યા નહીં અને ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારનો કોઈ સભ્ય ઘરે ન હતા. પોલીસે જણાવ્યું કે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.