પાટડીના ઉદાસી આશ્રમના ગાદીપતિ પૂ. ભાવેશ બાપુના માર્ગદર્શનમાં હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ
લોકડાયરામાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે: સીતારામ પરિવાર દ્વારા ભાવિકોને નિમંત્રણ
દુખિયાના બેલી અને પાટડીના ઉદાસી આશ્રમના પરમપૂજય સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી જગાબાપુની સમાધીના સાનિધ્યમાં ગાદીપતિ શ્રી ભાવેશ બાપુના આર્શિવચન આગામી ૧૧મી એપ્રિલના રોજ હનુમાન જયંતિની ભકિતભાવ સભર ઉજવણી કરવામાં આવશે હાલ ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પાટડી (ખારાગોઢા)ના ઉદાસી આશ્રમ ખાતે આગામી ૧૧મી એપ્રિલ અને મંગળવારના રોજ ઉદાસી આશ્રમના ગાદીપતિ શ્રી પૂ. ભાવેશબાપુના આર્શિવચન અને માર્ગદર્શન હેઠળ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે જેમાં મા‚તી યજ્ઞ અને સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.
સંતવાણીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો મે‚ભાઈ રબારી (મોજીલો માલધારી), જયમંતભાઈ દવે (ભજનીક), ‚ષભભાઈ આહિર (મોજી રમકડુ), હરીભા ગઢવી (ભજનીક) શકિતદાન ગઢવી (ભજનીક) વાઘજીભાઈ રબારી (સાહિત્યકર), દડુભા (આશ્રમના કવિરાજશ્રી), શિવરાજભાઈ ગઢવી (ભજનીક) સુરજપાલ સોલંકી (ગઝલ) અને રમેશદાન ગઢવી (સંચાલન) ભાવીકોને ભકિતરસ પિરસશે જયાર સંગીતમાં રવિ પરમાર (બેન્જો માસ્ટર) રાજુભાઈ રાઠોડ (તબલચી) ભૂમી વાઘેલા (ઢોલકનું ધીંગાણું) અને વાઘુભા ઝાલા (મંજીરાના માણીગાર) ભાવિકોને કાનને ગમે તેવા સુમધુર સંગીતની સુરાવરી રેલાવશે ભાવિકો માટે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પાવન અવસરે ભાવીકોને ઉમટી પડવા પાટડી ઉદાસી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા સ્નેહનિતરતું નિમત્રણ પાઠવવામાં આવ્યું છે.