વિરપુર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, અમરેલી સહિત ગામો-ગામ જલારામ જયંતિની કોરોના ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે ઉજવણી: અન્નકૂટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
આજે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતિ છે સૌરાષ્ટ્રભરના ગામો-ગામ જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. કોરોના પરિસ્થિતી વચ્ચે ભાવિકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. રઘુવંશી ગ્રુપો દ્વારા જલાબાપાને અન્નકુટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા છે. ઘણી જગ્યાએ આ વર્ષે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મહાપ્રસાદના કાર્યક્રમો બંધ રાખયા છે. વિરપુર ધામે આજ સવારથી જ ઉત્સવો ઉજવાઇ રહ્યા છે. ઠેર ઠેરથી શ્રધ્ધાળુઓ સંત શિરોમણીના દર્શનાર્થે આવી પહોંચ્યા છે.
વિરપુર ધામ આજે જય જલિયાણના નાદથી ગુંજ રહ્યું છે. વિરપુર મંદિરે કોરોના ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે આજે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાનાર છે. વેરાવળ લોહાણા મહાજન દ્વારા આ વર્ષે સરકારના નિતી નીયમો હોવાથી કારોબારી યુવક મંડળની મીટીગ મળેલ હતી અને આવા સંજોગોમાં રધુવંશી પરીવારના ઘરે ઘરે પહોંચી શકે તે માટે પાર્સલ વ્યવસ્થા રાખવાનું નકકી કર્યુ છે.
આજે સાંજે જલારામ જયંતીના દિવસે સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી વેરાવળ, ભાલપરા, ભાલકા, ભીડિયા, સોમનાથ તેમજ આજુ બાજુમાં વસ્તા રધુવંશી પરીવારો (લોહાણા સમાજ)ના દરેક ઘરે દરેક પરીવારો માટે પાર્સલ વ્યવસ્થા રાખેલ છે તો ટીફીન લેવા માટે પરીવારના એક જ વ્યકતીએ આ સમય દરમ્યાન માસ્ક પહેરે, અંતર જાણવી સહકાર આપવો જેથી વ્યવસ્થા જણવાય રહે.
આવા સંજોગોમાં પણ જલારામ બાપાના આર્શિવાદથી વેરાવળ લોહાણા મહાજન તથા યુવક મંડળના આગેવાનો કાર્યકરો દ્વારા યોગ્ય નિર્ણય લેવાતા રધુવંશી પરીવારોમાં ખુશી છવાયેલ છે લોહાણા મહાજન વાડીમાં પ્રસાદીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તેમ લોહાણા મહાજન વેરાવળ મંત્રી દીપક કકકડની યાદીમાં જણાવ્યું છે.
કેશોદ: સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતિ ની ઉજવણી આજ રોજ કેશોદ જલારામ મંદિરે ધામ ધુમ થી ઉજવવામાં આવશે. સવારે ૯.૦૦ વાગે આરતી અને પુજન કરવામાં આવશે તેમજ આખો જલારામ મંદિર રોડ શણગારવામાં આવશે. કોરોના ની પરિસ્થિતિ ને લઈને ભીડ ના થાય તેથી અન્નકૂટ દર્શન બહેનો તથા ભાઈઓ માટે અલગ અલગ સમય રાખવાં આવેલ છે. વિરપુર ની જેમ કેશોદ માં પણ ’જ્યાં ટુકડો ત્યાં હરી ઢૂકડો’ જીવનમંત્ર સાકાર કરતું અનક્ષેત્ર પણ વર્ષો થી ચાલે છે જેમાં અન્નકૂટ ની પ્રસાદી નું સોશિયલ ડિસ્ટન્સ રાખી કરવામાં આવશે આ ઉપરાંત બાપાની ૨૨૧ મી જન્મ જયંતિ નિમિત્તે ૨૨૧ કિલો નો લાડું જલારામ બાપા ને અન્નકૂટ માં ધરવામાં આવશે તેમ જલારામ મંદિર કેશોદ નાં ટ્રસ્ટી રમેશભાઇ તેમજ દિનેશભાઈ એ જણાવેલ. જલારામ જયંતિ નિમિત્તે દરવર્ષે રઘુવંશી જ્ઞાાતિના પરિવારો નું જ્ઞાાતિ ભોજન કોરોના ની પરિસ્થિતિ ને લય ને મોકૂફ રાખેલ છે જેના બદલે જીગ્નેશ તન્ના ના જણાવ્યા મુજબ રઘુવંશી પરિવારો ને ઘરે ઘરે જઈ ને પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે.
વેરાવળ: વેરાવળ લોહાણા મહાજન દ્વારા આ વર્ષે સરકારના નીતિ નિયમો હોવાથી કારોબારી યુવક મંડળની મીટીંગ મળેલ હતી અને આવા સંજોગોમાં રધુવંશી પરિવારના ઘરે ઘરે જલારામ બાપાની પ્રસાદી પહોચી શકે તે માટે વિચારણા કરવામાં આવેલ હતી અને નિયમોનું પણ પાલન થાય પ્રસાદી પણ ઘરે ઘરે પહોચી શકે તે માટે પાર્સલ વ્યવસ્થા રાખવાનું નકકી કર્યુ છે. આજે સાંજે જલારામ જયંતિના દિવસે સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી વેરાવળ ભાલપરા, ભાલકા, ભીડીયા, સોમનાથ તેમજ આજુબાજુમાં વસ્તા રઘુવંશી પરિવારો (લોહાણા સમાજ) ના દરેક ઘરે દરેક પરિવારો માટે પાર્સલ વ્યવસ્થા રાખેલ છે. તો ટીફીન લેવા માટે પરિવારના એક જ વ્યકિતએ આ સમય દરમ્યાન માસ્ક પહેરે, અંતર જાણવી સહકાર આપવો જેથી વ્યવસ્થા જણવાય રહે. આવા સંજોગોમાં પણ જલારામ બાપાના આશિર્વાદથી વેરાવળ લોહાણા મહાજન તથા યુવક મંડળના આગેવાનો કાર્યકરો દ્વારા યોગ્ય નિર્ણય લેવાતા રઘુવંશી પરિવારોમાં ખુશી છવાયેલ છે લોહાણા મહાજન વાડીમાં પ્રસાદીની તડામાર તૈયારીઓ થઇ રહી છે તેમ લોહાણા મહાજન વેરાવળ મંત્રી દીપક કકકડની યાદીમાં જણાવાયું છે.
બાબરા: પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧ મી જન્મ જયંતી ઉજવવામાં આવશે. કોરોના સંક્રમણ તથા સરકારના માર્ગદર્શનને ધ્યાનમાં લઈને જલારામ મંદિર બાબરા ખાતે પ્રસાદ તેમજ સાધુ પ્રસાદનું આયોજન રાખવામાં આવેલું નથી પરંતુ દરેક જ્ઞાતિજનોને ત્યાં સાધુ સમાજના ઘરે પ્રસાદ ૨૧/૧૧/૨૦૨૦ના સાંજ સુધીમાં પોહચડવામાં આવશે.કોરોના મહામારી ને કારણે બજાર માં નીકળતી શોભા યાત્રા પણ બંધ રાખેલ છે.
સોમવારથી વિરપુર બાપાના દર્શન અને અન્નક્ષેત્ર બંધ
આજે પૂ. જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિ છે. પ્રતિવર્ષ વીરપુર સહિત રાજયભરમાં ‘પૂ. બાપા’ની જન્મજયંતિને ઉમંગ ઉત્સાહ અને જય જલિયાણના નાદ સાથે ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણે જોર પકડયુ છે ત્યારે તકેદારીના ભાગ પે બાપાની ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરાયા છે. દર્શન તથા અન્નક્ષેત્ર સોમવાર સુધી ચાલુ રહેશે તેવું મંદિરના ગાદીપતિ રઘુરામબાપાની યાદીમાં જણાવાયુ છે.