ઉદાસી આશ્રમના અનુયાયીઓને આજે પણ બાપાના પરચા મળી રહ્યા છે
સંતો ભલે સદેહ આપણી વચ્ચે હાજર હોતા નથી પરંતુ તેઓની કૃપાદ્રષ્ટી સતત અનુયાયીઓ પર વરસતી જ રહે છે. સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંત શીરોમણી એવા પાટડી ઉદાસી આશ્રમના પૂ. જગાબાપાની આજે જન્મજયંતિ છે. ભકતગણો ભકિતભાવ સાથે પૂ. બાપાને શ્રધ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.દુ:ખીયાના બેલી જેના બોલેલા શબ્દો કયારેય ખોટા પડતા ન હતા એવા ઉદાસી આશ્રમના સંત પૂ. જગાબાપા ભલે આજે સદેહ આપણી વચ્ચે નથી પરંતુ તેઓનું સ્મરણ કરતા આજની તારીખે ભકતોનાં દુ:ખ મીનીટોમાં હણાય જાય છે.આજે પૂ.જગાબાપાનો પ્રાગટયોત્સવ છે. સિતારામ પરિવારના સભ્યો અને બાપાના લાખો અનુયાયી આજે સજળ નયને બાપાને યાદ કરી જન્મદિનની ભકિતસભર સાદગીથી ઉજવણી કરી રહ્યા છે.
પૂ.જગાબાપાએ જલાવેલી સેવાની જયોત આજે પણ પાટડી ઉદાસી આશ્રમ ખાતે પૂ. ભાવેશ બાપુ, પૂ. મયુરબાપુ અને પૂ. વૈભવબાપુના સાનિધ્યમાં પૂર્ણ પ્રકાશ પાડી રહી છે. પૂ. જગાબાપાની જન્મજયંતિએ ‘અબતક’ પરિવાર સંત શિરોમણીને શત શત વંદન કરી રહ્યું છે.