સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં સંસ્કૃત સપ્તાહોત્સવનું આયોજન કરાયું
શ્રાવણપૂર્ણિમા અથવા રક્ષાબંધનના પવિત્ર દિવસને ભારત સરકારે સંસ્કૃત દિવસ તરીકે ઘોષિત કરેલ છે. ભારતના પરિચયરૂપી ભારતીય સંસ્કૃતિ જેને આશ્રિત છે તેવી સંસ્કૃતભાષા ધીમે ધીમે લોપ પામતી જાય છે. બધા જ સંસ્કૃતાનુરાગિઓ સંસ્કૃતદિન નિમિત્તે સંસ્કૃતભાષાની રક્ષા કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે, અને સંસ્કૃતને આપણી સંસ્કૃતિની રક્ષાનો ભાર સોંપે છે. વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં દર વર્ષે ફક્ત સંસ્કૃતદિન નહીં, પણ સંસ્કૃતસપ્તાહ ઉજવવામાં આવે છે.
આ વર્ષે સંસ્કૃતયુનિવર્સિટીમાં તા. ૨૦.૮.૨૦૦૧૮ થી ૨૭.૮.૨૦૧૮ સુધી સંસ્કૃતસપ્તાહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્પર્ધાઓનું યોજવામા આવી હતી. યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં યુનિવર્સિટીના લગભગ ૧૧૦ છાત્રો ઉપરાંત વેરાવળની માધ્યમિક શાળાઓના લગભગ ૪૦ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહનો સમારોપ તા. ૨૭.૮.૨૦૧૮ અને સોમવારે બપોરે ૩:૩૦ કલ્લાકે યુનિવર્સિટીના સભાગારમાં આયોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃતસપ્તાહ દરમ્યાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકોથી સન્માનિત કરવામાં આજવ્યા. તદુપરાંત સારસ્વત અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પ્રો. નરેન્દ્રકુમાર પંડ્યાએ સંસ્કૃતદિવસને શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવવાનું મહત્ત્વ સમજાવ્યું.
આપણી પરંપરામાં શ્રવણનું બહુજ મહત્ત્વ છે. માટે જ સંસ્કૃતભાષામાં વિદ્વાન માટે બહુશ્રુત એવો એક શબ્દ પણ પ્રચલિત છે. પોતાના વક્તવ્યને સમાપ્ત કરતી વખતે પંડ્યાજીએ શ્રોતાઓને સંસ્કૃતના મહાત્મયનું વર્ણન કરતા સ્વરચિત ધર્મ-અર્થ-કામ-મોક્ષના આધારે પદ્યો પણ સંભડાવ્યા. સારસ્વત અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પ્રો. દેવેન્દ્ર પાણ્ડેયજીએ કહ્યું કે સરળ સંસ્કૃતસંભાષણ સંસ્કૃતાનુરાગિઓને એકત્ર લાવવાનું એક ઉત્તમ સાધન છે. બહુજ અલ્પ પ્રયત્નથી સંસ્કૃતમાં વ્યવહાર કરતા શીખી શકાય છે.
બધાજ સંસ્કૃત અનુરાગિઓએ સંસ્કૃત સંભાષણ શીખી જ્યાં તક મળે ત્યાં સંસ્કૃતમાં વ્યવહાર કરવો જોઇએ. વિશિષ્ટ અતિથિ રૂપે પધારેલા સોમનાથ ટ્રષ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સોમનાથ ટ્રષ્ટનો અભિન્ન સમ્બન્ધ દર્શાવી સંસ્કૃત યુનિવર્સિટીની ગતિવિધિઓની ભાવપૂર્ણ પ્રશંસા કરી હતી.અંતે કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ પ્રો. મહેન્દ્રકુમાર દવે મહોદયે રામાયણનુ ઉદાહરણ આપી સરળ સંસ્કૃતમાં પોતાનુ વક્તવ્ય આપી છાત્રશક્તિ ને પ્રગટાવવા અને વિકસાવવા પર ભાર મુક્યો હતો. અન્તે વિવિધ સ્પાર્ધાઓમાં વિજયી થયેલા વિદ્યાર્થિઓને અભિનંદન પાઠવ્યાં હતા.