શાસ્ત્રાર્થના વિવિધ દશ વિષયો પર સંસ્કૃત યુનિ. ના કુલપતિઓએ કરી વિસ્તૃત છણાવટ: શાસ્ત્રાર્થમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને અપાયું ખાસ બહુમાન
સંસ્કૃત વિશ્ર્વની તમામ ભાષા સંસ્કૃતિ નુ જનક ગણાય છે. ત્રુટી રહીત પૂણર્ર્ ભાષા હવે કદાચિત અન્ય ભાષાઓની મર્યાદાના કારણે કોમ્પ્યુટર લેગ્વેજ તરીકે અપનાવવા વિશ્ર્વ વિચારાધીન બન્યું ે. ત્યારે સંસ્કૃતનું ચિતન મનન અને સંશોધનનું મહત્વ વધુ છે. ત્યારે નીકલંઠ ધામ પોઇચા દ્વારા કુલપતિઓ અને વિદ્વાન પ્રાઘ્યાપકો વચ્ચે સંસ્કૃત શાસ્ત્રાર્થનો કાર્યક્રમ યોજાયો હતો. શાસ્ત્રાર્થના વિજેતાઓનું સન્માન: નીલકંઠધામ પોઇચા દનર્મદા મૈયાના કિનારે નીલકંઠધામ પોઇચા સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનું સમાપન થયું હતું.
શાસ્રાર્થના વિવિધ દસ વિષયો પરના વિષયોમાં પરા અપરા વિદ્યા, ભારતીય દર્શન મુક્તિ મીમાંસા , કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ, યોગ: કર્મસુ કૌશલમ , સાકાર નિરાકાર ઉપાસના , કર્મ ફળ સિદ્ધાંત , બ્રહ્મ – જીવ – માયાનો પરસ્પર સમન્વય , વેદના ચાર મહા વાક્યોનો દાર્શનિક સિદ્ધાંત , મંત્ર અને મંત્રની શક્તિ , કેવી હતી ગુરુકુળ પદ્ધતિ ; વર્તમાન કાળે ગુરુકુલનું મહત્વ જેવા વિષયોની ચીઠીઓ રાખેલ અમૃતકળશનનું પૂજન પ્રભુ સ્વામીએ કર્યું. વિવિધ સંસ્કૃત મહા વિધાલયોના વિદ્વાનોએ ચીઠીઓ ઉપાડેલી. જેના પર વિદ્વાનોએ બે સત્રમાં છ કલાક સુધી છણાવટ કરેલ .
નિર્ણાયક તરીકે સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રો. નરેન્દ્રકુમાર પંડ્યા , દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીના શ્રી રામ પ્રિયજી , જય તીર્થ વિદ્યાપીઠ બેંગ્લોરના ડો. શ્રી મધુસુદન પાંડુરંગી , રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય તિરૂપતિના ડો. યશસ્વી અને
વિદ્વાનશ્રીઓએ તથા ઉપસ્થિત વિદ્વાનોએ સ્પર્ધકોને પ્રશ્નો પૂછી જે તે વિષય પર વિશેષ છણાવટ કરી હતી. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યે આયોજીત આ શાસ્ત્રાર્થ ધર્મ સભામાં ભારતના વિવિધ સંસ્થાનોમાંથી વિદ્વાનો ભાગ લેવા પધાર્યા હતા . જેમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ શૈક્ષણિક સંશોધન સંસ્થાન, રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય તિરૂપતિ, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દિલ્હી, કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રામટેક નાગપુર, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, બામડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર, સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય વેરાવળ, ભાગવત વિદ્યાપીઠ સંચાલિત વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સોલા- અમદાવાદ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય- એસજીવીપી- છારોડી અમદાવાદ, સ્વામિનારાયણ ગુરુકુલ ધર્મજીવન સંત સંસ્કૃત પાઠશાળા નવસારી વગેરેના વિદ્વાનોએ ભાગ લીધેલ..
નિર્ણાયકોએ શાસ્ત્રાર્થનો નિર્ણય જાહેર કરતા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ કુલગુરુ કવિ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી , રામટેક નાગપુર તથા દ્વિતીય નંબરે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી અમદાવાદ અને તૃતીય નંબરે કેન્દ્રીય સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય દિલ્હીના વિદ્વાનોને નીલકંઠધામ પોઇચાના નિર્માતા મહંત સ્વામી શ્રીધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે સન્માનિત કરાયા.
આ સમગ્ર શાસ્ત્રાર્થના યજમાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રીહરિ ગ્રુપવાળા રાકેશભાઈ દુધાત તથા ઘનશ્યામભાઈ કથીરિયાએ અંતમાં ભાગ લેનાર 200 વિદ્વાનોને આર્થિક સહાય અર્પી વિશેષ હતી પૂજન વંદન કરેલ.
આ શાસ્ત્રાર્થનો વિચાર તથા આયોજન કરનારા સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી ધર્મજીવન સંત પાઠશાળાના પ્રધાન આચાર્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ પાર્ષદ શ્રી અર્જુન ભગતને મહંત આશીર્વાદ પાઠવેલએ પુષ્પહાર પહેરાવી આશીર્વાદ.
ગુજરાતની મહેમાનગતિ, નીલકંઠધામનું ભક્તિમય વાતાવરણ , સાધુ સંતોનો નિર્મળ પ્રેમ , નર્મદા મૈયાનો પાણીથી ભરપૂર રમણીય તટ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી વિદ્વાનોએ ભારે પ્રશંસા કરેલી. ભવિષ્યમાં ફરીવાર આવો શાસ્ત્રાર્થ હજુ વિશાળપાયે રાખવા આકાંક્ષા દર્શાવેલી.