પ્રાંસલા ખાતે સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત 24મી રાષ્ટ્રકથા શિબીરને સંબોધતા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ પંકજ મિત્તલએ રાષ્ટ્ર નિર્માણ માટે ચારિત્ર્ય નિર્માણ અને મુલ્ય આધારિત શિક્ષણ પર ભાર મુકતા જણાવેલ કે, આઝાદી પછી આપણે રોજગારીના ઉદ્દેશથી જ શિક્ષણ આપવાના પ્રયાસોમાં મુલ્ય આધારિત શિક્ષણ આપવાનું અને ચારિત્ર્ય નિર્માણ કરવાનું વિસરાઇ ગયું છે. આથી જ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ, જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. સંવિધાન આપણા રાષ્ટ્રનો શ્રેષ્ઠ માર્ગદર્શક ગ્રંથ છે તેમાં મુળભુત અધિકારોની સાથે મુળભુત ફરજો પ્રત્યે પણ અપેક્ષા રાખવામાં આવી છે. આ માટે પ્રતિદિન પ્રત્યેક શાળા, કોલેજમાં વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવા જોઇએ.
નોટબંધીની જેમ ભારતમાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવી જોઈએ: જસ્ટીસ પંકજ મિતલ
રાષ્ટ્રની સુરક્ષા કરવી હોય તો સમુદ્રી સીમા સુરક્ષિત હોવી જોઈએ: વા.એડમિરલ અમિતકુમાર
જસ્ટીસ મિત્તલ એ ભારત દેશના નામકરણ વિશે માહિતી આપતા જણાવેલ કે, પ્રાચીન સમયમાં હિમાલયથી હિન્દ મહાસાગર સુધીના પ્રદેશને હિન્દ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો જે હિમાલયના ‘હિ’ અને ઇન્દુ અર્થાત એટલે કે સાગરના ‘ઇન્દુ’ શબ્દને સંયોજીને બનાવાયો છે. આંમ ‘હિન્દુ’ એ કોઇ ધર્મથી જોડેલ નહીં પરંતુ હિમાલયથી હિન્દ મહાસાગર સુધીના પ્રદેશમાં રહેતા લોકોની સભ્યતાને વ્યાખ્યાયિત કરે છે. દુષ્યંત અને શંકુતલાના શુરવીર પુત્ર ભરતના નામ પરથી ‘ભારત’ દેશ નામ પડયું હોવાની પણ પ્રચલિત માન્યતા છે. પરંતુ અંગ્રેજોએ ભારતને સ્વતંત્રતા સોંપતી વેળા ઇન્ડિયન ઇન્ડિપેન્ડસ એકટ અંતર્ગત આઝાદ ઘોષિત કર્યુ તેમાં ‘ભારત’ શબ્દનો કયાંય ઉલ્લેખ ના હોવાથી સંવિધાનમાં ‘ઇન્ડિયા’ ધેટ ઇઝ ‘ભારત’ શબ્દ બંન્નેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
જસ્ટીસ મિત્તલ એ ભારત કયારેય ધાર્મિક દેશ બન્યો નથી, ના કદી બનશે એમ કહીને તેનું વિવરણ કરતાં જણાવેલ કે, ભારતમાં હજારો વર્ષો પુર્વે હિન્દુ, સમ્રાટ અશોક, મોગલથી માંડીને અંગ્રેજોંનું શાસન રહ્યું ત્યારે પ્રત્યેક ધર્મથી જોડાયેલા શાસકના સમયમાં પણ વિવિધ ધર્મના લોકોનું સહઅસ્તિત્વ રહ્યું હતું. એટલે ભારત ધર્મથી ઉપર ઉઠીને ખરેખર એક ‘આધ્યાત્મિક’ દેશ છે. જે સંવિધાનના આમુખમાં પાછળથી ઉમેરાયેલા ‘બિનસાંપ્રદાયિક’ શબ્દથી ઉપરની ભાવના વ્યકત કરે છે. અર્થાત ભારત ના માત્ર ‘સેકયુલર’ દેશ છે, ભારત ‘સ્પીરીચ્યુલ’ દેશ પણ છે.
વધુમાં જસ્ટીસ મિત્તલ એ ભારતમાં રાષ્ટ્રભાષા ના હોવાનો ખેદ વ્યકત કરીને અનુરોધ કર્યો હતો કે, આપ સહુ પોતાની પ્રાદેશિક ભાષાને ભલે પ્રેમ કરા પરંતુ તમામ પ્રાદેશિક ભાષાઓને જોડતી ભાષા હિન્દી હોવાથી સંવિધાન સમિતીએ સંવિધાનના અનુરછેદ 343માં હિન્દીને ભારતની રાજભાષા બનાવવામાં આવી છે. પરંતુ આઝાદીના અમૃતકાળ સુધી હજુ સુધી આપણી હિન્દી ભાષા રાષ્ટ્રભાષા બની શકી ના હોય, ભારત સરકાર એ નોટબંધીની જેમ સમગ્ર ભારતમાં પ્રાદેશિક ભાષાના સ્વમાન સાથે તમામ કામકાજ અંગ્રેજીના સ્થાને હિન્દીમાં કરવાનો કાયદો લાગુ કરવો જોઇએ.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં ન્યાયપાલિકાની દેવીના પ્રચલિત પ્રતિમાને સ્થાને સંપુર્ણ ભારતીય સાડીમાં, હાથમાં તલવારના બદલે સંવિધાન ગ્રંથ સાથે, આંખ પર પટ્ટીના સ્થાને ખુલ્લા આંખે અનાવરણ કરવામાં આવેલ છે જે હવે ન્યાયપાલિકામાં ભારતીયકરણ થઇ રહયાનું દર્શાવે છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરેલ છે માટે તેમના પર અત્યાચાર રોકીને શિક્ષા અને કાર્યસ્થળ પર સ્માન અને સુરક્ષિત અવસર પ્રદાન કરવા પર ભાર મુકયો હતો.
સ્વામી ધર્મબંધુજી : સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા તરીકે સંસ્કૃતને અપનાવવાની ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની સંવિધાન સમિતીને કરેલ દરખાસ્તને સમર્થન આપતાં જણાવેલ કે, સંસ્કૃત કોઇ ધર્મથી જોડાયેલ નહીં પરંતુ વૈજ્ઞાનિક ભાષા છે એની વિષદ છણાવટ કરી હતી.
શિબીરાર્થીઓને નેતૃત્વ કરવા માટે જરૂરી સદગુણો વિશે અપનાવવા સમજાવેલ કે, નેતૃત્વ કરનાર વ્યક્તિ દ્રષ્ટા, રણનીતિકાર, સાહસિક, સમજદાર, આયોજનકર્તા, યાદશક્તિ, પુર્વધારણા રહિત, કુશળ વાટાઘાટાકાર હોવો જોઇએ.
વૈજ્ઞાનિક એન.સી. મંડલ : વૈજ્ઞાનિક એન.સી. મંડલ એ પ્રાચિન સમયથી આજ સુધીમાં ભારતના ગણિત- વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર મહાન સંશોધકો વિશે રસપ્રદ માહિતી જણાવી હતી. ટેલીફોન ક્ષેત્રમાં સૌથી પહેલા આવિષ્કાર ડો. જગદીશચંદ્ર બોઝએ કરેલ પરંતુ નોબલ માર્કોનીના મળેલ જે અન્યાયકારી છે. સી.વી. રામન, સત્યેન બોઝ, મેઘનાથ સહા, હોમી ભાભા, ડો.વિક્રમ સારાભાઇ. તેમણે શિબીરાર્થીઓને ગણિત- વિજ્ઞાનમાં ઋચી લેવા અને રાષ્ટ્ર માટે ઉમદા સંશોધનના ક્ષેત્રે આગળ વધવા આહવાન કરેલ.
ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા : ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા એ રાષ્ટકથા શિબીરમાંથી જીવનની શિક્ષા મળે છે. આથી અત્રે રજુ થતાં પ્રવચનોને આપ ડાયરીમાં લખી લેજો આ આપના માટે જીવનભરનું માર્ગદર્શક ભાથું બની રહેશે જેનું મુક્ય 15 -20 વર્ષ પછી જયારે વાંચશો ત્યારે તેનું મુલ્ય સમજાશે.
વાઇસ એડમિરલ અમીતકુમાર : વાઇસ એડમીરલ અમિતકુમારએ ભારતના વ્યાપાર અને સુરક્ષામાં નૌસેનાના મહત્વ વિશે શિબીરાર્થીઓને જાણકારી આપતા જણાવેલ કે, જો રાષ્ટ્રની સુરક્ષા કરવી હોય તો સમુદ્રી સીમા સુરક્ષિત હોવી જોઇએ. પ્રાચીન કાળમાં જયાં સુધી આપણા રાજા મહારાજાઓ સમુદ્રનું મહત્વ જાણતા હતા ત્યાંં સુધી ભારત વિશ્ર્વભરમાં સમુદ્રી માર્ગે 70%થી વધુ વેપાર કરતા હતા. પરંતુ અંદરોઅંદર એકબીજા સાથે લડાઇમાં રહેતા અંગ્રેજો અને યુરોપીય પ્રજાએ સમુદ્ર પર આધિપત્ય જમાવીને ભારતને ગુલામીમાં ધકેલી દીધું. છત્રપતિ શિવાજી મહારાજ સમુદ્રનું અધિક મહત્વ જાણતા હોય તેમણે તેમના શાસનમાં સમુદ્રી સુરક્ષા પર વિશેષ ધ્યાન આપેલ. જેનો ભારત સરકાર એ પણ ઉચિત સન્માન સ્વરૂપે ભારતના નૌસેનાના ધ્વજમાં શિવાજી મહારાજના અષ્ટકોણીય રાજચિન્હને સ્થાન આપ્યું છે.
આજે ભારત દેશની જમીની સીમા કરતાં ત્રણ ગણી સીમા સમુદ્રી સીમા હોય નૌસેનાનું અધિક મહત્વ છે. ભારતના 9 રાજયો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1382 દ્રીપ સમુદ્ર સાથે જોડાયેલા છે. ભારતીય નૌસેનાએ વિશ્ર્વમાં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. ભારતના 11 મુખ્ય બંદરો અને 239 નાના બંદરોથી દુનિયાભરના દેશો સાથે અબજો રૂપિયાનો વ્યાપાર થાય છે. હાલમાં નૌસેના પાસે 130 વોરશીપ અબે 240 એરક્રાફટથી સજ્જ નૌસેના છે. આપણે હમણાં જ કોચીન યાર્ડમાં આપણે 25000 ટનનું વજન ધરાવતું મહાકાય આઇએનએસ વિક્રાંત નિર્માણ કરીને વિશ્ર્વના અગ્રીમ દેશોમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરેલ છે. વધુમાં વાઇસ એડમીરલ અમીતકુમારએ શિબીરાર્થીઓને ચાર વર્ષ સુધી સેનામાં જોડાવાની તક આપતી અગ્નિપથ યોજનાની માહિતી આપી હતી.