સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટમાં ત્રિદિવસીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સંમેલન સંપન્ન
અત્રેની સામાજીક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે તથા શૈક્ષણીક ક્ષેત્રે બેનમૂન સંસ્થા સ્વામિનારાયણ ગૂરૂકુલ રાજકોટમાં ઈ.સ. ૧૯૪૮માં પ.પૂ. સદગૂરૂ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી ભારતીય સંસ્કૃતિને પુનરોધ્ધારકરવાનું ભગીરથ કાર્ય કર્યું સાધના અને આરાધનાની આ નૈમિષારણ્ય ભૂમિમાં બાળપણની યાદોને તાજી કરવા બે વિભાગમાં ત્રણ દિવસનું સ્નેહમિલન ગૂ‚સ્થાને બિરાજતા પ.પૂ. મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતુ.
દીપ પ્રાકટયમાં ગૂરૂમહારાજ, લક્ષ્મીનારાયણ સ્વામી, દેવપ્રસાદસ્વામી, ઘનશ્યામજી વદદાસજી સ્વામી, ધર્મ વલ્લભદાસજી સ્વામી સાથે સુરતથી પધારેલ પટેલ સમાજના પ્રમુખ ભૂતપૂર્વ વિદ્યાર્થી લાલજીભાઈ પટેલ, તુલસીભાઈ ગોટી, અમેરિકાથી પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરૂભાઈ બાબરીયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજભાઈ કાકડીયા આઈ.એએસ ડો. હેમાંગ વસાવડા વગેરે જોડાયા હતા.
અમેરિકાથી પધારેલ ધીરૂભાઈ બાબરીયાએ જણાવેલ કે હું ૧૯૬૫માં આ ગૂરૂકુલમાં હતો તેમને જણાવેલ કે આપણે સંત અને અસંતની સાચી ઓળખાણ કરવી જોઈએ જો હું ગૂરૂકુલમાં ભણવા આવ્યો નહોત તો અત્યાર છું ત્યાં નહ ત સાચા સંતમાં આત્મબુધ્ધિ કરવાની અને ગૂરૂકુલ પરિવાર સાથે રહેવાની વાત તેઓએ કરેલ.
આ તકે દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે દુ:ખના દરવાજે લગાડેલું સુખનું બોર્ડ એ સંસાર છે. આ પ્રસંગે યુવાનોએ રૂપક નાટક દ્વારા ભૂતકાળનાં સંસ્મરણો સૌને તાજા કરાવ્યા હતા આ પ્રસંગે ઘનશ્યામજીવનદાસજી સ્વામી, જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાન જીવન દાસજી સ્વામી, શ્રુતિપ્રકાશદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, ચૈતન્ય સ્વામી, મગનભાઈ ભોરણીયા દ્વારકેશભાઈ પટેલ, કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, ડો. વસંત ગજેરા, લક્ષ્મણભાઈ વાવેચા, કનુભાઈ કથીરીયા, ડાયાભાઈ વૈષ્ણવ વગેરેએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ આપ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકોને સન્માનીત કરવામાં આવેલ.
શાસ્ત્રી સ્વામી હરિપ્રિયદાસજી સ્વામી તથા પૂરાણી વિશ્વજીવનદાસજી સ્વામીએ ત્રણેય દિવસ માહિતી સભર રસાળ શૈલીમાં સભા સંચાલન કરી સૌના દિલ જીતી લીધા હતા. ત્રણ દિવસનું આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અભૂતપૂર્વ બની રહ્યું એમ બાલુભગત તથા નિલકંઠભગતની યાદીમાં જણાવાયું છે.