અબતક, રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પૂ. ધીરગુરુદેવ નિશ્રામાં દીક્ષાર્થી કુ. રોશનીબેનની ચાર ગતિ નિવારક સ્વસ્તિક વિધિ સંપન્ન
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા ના આંગણે પૂ. ધીરગુરુદેવ એવં પૂ. હીરાબાઇ મ.સ., પૂ. વનીતાબાઇ મ.સ., પૂ. રંજનબાઇ મ.સ., આદિ પરિવાર, પૂ. સૂર્ય વિજય મ.સ. પરિવાર બોટાદ સંપ્રદાયના પૂ. સવિતાબાઇ મ.સ. આદિ સંઘાણી પૂ. સાધનાબાઇ મ.સ. આદિ ઠાણાની ઉ5સ્થિતિમાં દીક્ષાર્થી કુ. રોશનીબેનના હસ્તે શ્રુતજ્ઞાન ભાવપુજન અને ચારગતિ નિવારક સ્વસ્તિક વિધિ સંપન્ન થયેલ.
ધર્મસભામાં પૂ. ગુરુદેવે સમ્યગ જ્ઞાનની મહત્તા દર્શાવતા જણાવેલ કે – આંખમાં કીકીનું, બગીચામાં ફૂલોનું, મીઠાઇમાં સાકરનું જે સ્થાન છે તેમ જીવનમાં જ્ઞાનનું સ્થાન છે. આજે ભણીએ જ્ઞાન, કાલે મળશે કેવળ જ્ઞાનસ્વસ્તિકની ચાર પાંખ, ચાર ગતિનું જ્ઞાન કરાવે છે. સંસાર એટલે રઝળપાટ અને સંયમ એટલે મુકિતપુરીની વાટ છે.
સંયમ લેવા માટે સત્યની સમજ જોઇએ સંયમ પાળવા માટે સત્વનો પુરૂષાર્થ જોઇએ સંયમ દીપાવવા માટે સમજપૂર્વકની સાધના જોઇએ.
સંયમની અનુમોદના કાજે રોજ બપોરે 3.00 થી 4.30 કલાકે સાંજી તેમજ વિવિધ કાર્યક્રમ અને રાત્રે પ્રતિક્રમણ બાદ દીક્ષાની સાંજી 8 થી 9 કલાકે બાલિકા ગૃહમા યોજાય છે.
પૂ. ધીરગુરુદેવ પ્રેરિત શ્રાવક જીવન ઉપયોગી આગમ, વ્યાખ્યાન સંગ્રહ, ર4 તીર્થકર નામાંકિત ઘડિયાલ વગેરે સ્ટોલ પરથી મળી શકશે. શ્રુતજ્ઞાન અનુમોદનાનો લાભ, માતુશ્રી સમરતબેન પ્રભુલાલ મહેતા પરિવાર હ. જગદીશ અને રેણુ મહેતા વગેરેએ લીધેલ છે.દીક્ષા મહોત્સવ પ્રસંગે સવારના 9.30 કલાકે DHEER PRAVCHAN DHARA યુ ટયુબ ચેનલ, ‘અબતક’ ચેનલમાં લાઇન પ્રસારણ કરવામાં આવે છે.
તા. 10ને શુક્રવારે સમુહ આયંબિલ તપનું ભવ્ય આયોજન કરેલ છે. જેના પાસ ગુરુવાર બપોર સુધીમાં સંઘની ઓફિસમાંથી મેળવી લેવા રાજકોટના બહેનોની સમુહ સાંજી શુક્રવારે બપોરે 3 કલાકે રાખેલ છે.દીક્ષા પ્રસંગ દરમિયાન અમી કિરીટ પારેખ (અમેરીકા), પવઇ સંઘના પ્રમુખ મુકેશભાઇ દોશી, અંધેરી સંઘના ટ્રસ્ટી ગુણવંતભાઇ દોશી, પુનાના નીતા જયેશ દોશી, કલકતાના ભાવનાબેન શેઠ વગેરેએ અનુમોદના કરેલ.
‘અબતક’ ચેનલ, યુ-ટયુબ અને
ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ