સાબરકાંઠામાં બે બાળકો સાથે માતાનાં આપઘાતનાં સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. વડાલી તાલુકાના ફુદેડા ગામની આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી છે. આ ઘટનાનાં પગલે સમગ્ર પંથકમાં આજ ઘટના ટોક ઓફ ધ ટાઉન છે.

સાબરકાંઠાનાં વડાલી તાલુકાના ફુદેડા ગામે એક મહિલાએ પોતાના બે માસુમ બાળકો સાથે કુવામાં કૂદી આપઘાત કરી લીધો છે. મહિલાનાં આપઘાત પાછળ આર્થિક સ્થિતિ અને ઘર કંકાસથી આપઘાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકના પરિજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.