જો ચાનુની અરજી નિષ્ફળ રહેશે તો તેણે કોમનવેલ્થ ગેમ્પનું ટાઇટલ ગુમાવવું પડશે
કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક મેળવી ભારતનું ગૌરવ વધારનારી સ્ટાર ઇન્ડિયન વેઇટલિફટર સંજીતા ચાનુને ડોપ ટેસ્ટમાં ફેલ થતાં સસ્પેન્ડ કરાવાઇ છે. અંતરાષ્ટ્રીય ફેડરેશન વેઇટલીફટીંગના રિપોર્ટ મુજબ ચાનુના સેમ્પલ એડવર્સ એનાલીટીકલ ટેસ્ટો સ્ટોનમાં પરિવર્તીત થઇ ગયો હતો. માટે એથલીટ ચાનુને ક્ષમતાવધક એન્ટી ડોપીંગ ન લેવાના નિયમનો ભંગ કરતા તેને વેઇટલીફટીંગમાંથી સસ્પેન્ડ કરી દેવાઇ છે એન્ટી ડોપીંગનું ઉલ્લંધન કરતા મણિપુરની સ્ટારને હવે બેઠકને જવાબ આપવાનો રહેશે.
જો ચાનુની અરજી નિષ્ફળ થશે તો ઓસ્ટ્રેલીયા ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થનું ટાઇટલ પણ તેને ગુમાવવું પડશે. કોમનવેલ્થી ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ પ૩ કિલોની મહીલાની કેટેગરીમાં ૧૯૨ કિલો સુધીનું વજન ઉંચકી ટાઇટલ જીત્યું હતું. અને નવો રેકોર્ડ પણ સર્જાયો હતો. જો કે આઇડબલ્યુએફે હજુ સુધી ડોપ ટેસ્ટની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરી નથી જો આ કેસમાં સાબિત થાય કે ચાનુએ એન્ટી ડોપીંગના નિયમોનું ઉલ્લંધન કર્યુ નથી.
તો ફેઁસલો તેના હિતમાં પણ થઇ શકે છે જો કે હજુ કશું સ્પષ્ટ ન થજયા હોવાથી અંતરાષ્ટ્રીય વેઇટલીફટીંગ ફેડરેશન કોઇપણ પ્રકારની ટીપણીકરવા માંગતુ નથી.