ટીવી શો અને વેબ સિરીઝમાં તેના મનમોહક અભિનય માટે જાણીતી પ્રતિભાશાળી અભિનેત્રી સંજીદા શેખે ફરી એકવાર તેના લેટેસ્ટ ટ્રેડિશનલ લુકથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર ખુબજ આકર્ષક ફોટોઝ શેર કર્યા છે, જેમાં બ્લુ ક્રોપ ટોપ અને સ્ટાઇલીસ્ટ સ્કર્ટ પહેરી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. તેણીના વાળ બાંધેલા રાખ્યા જે તેણીને આકર્ષક અને સિમ્પલ લુક આપે છે. અભિનેત્રીનો મેકઅપ સિમ્પલ છતાં આકર્ષક છે.