સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત દાદરા અને નગર હવેલીની વિવિધ ગ્રામ પંચાયતોમાં ૧૮૭૭૦ જાંજરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીને ખુલ્લામાં શૌચથી મુકત (ઓ.ડી.એફ) ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા સ્વચ્છ શકિત ૨૦૧૯ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ આદરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત માન. પ્રશાસક પ્રફુલભાઇ પટેલ અને મુખ્ય કાર્યકારી અધિકારી (જી.પ.) એચ.એમ. ચાવડાના કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલીમાં આવેલા શૌચાલયોનું રંગરોપન કરીને સુશોભન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના આંબોલી ગ્રામ પંચાયતને સ્વચ્છ શકિત ૨૦૧૯ પુરસ્કાર તા. ૧૨ ફેબ્રુઆરી ના રોજ ચંડીગઢ, કુરુક્ષેત્ર મુકામે એનાયત કરવામાં આવેલ છે.