કઠુઆમાં 8 વર્ષની બાળકીની હત્યાનું કાવતરું સાંઝી રામે ઘડ્યું હતું. પોલીસ મુજબ, સાંઝી રામે તપાસ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. સાંઝી રામે પોલીસને જણાવ્યું કે તેને બાળકી સાથે દુષ્કર્મની વાત ચાર દિવસ બાદ ખબર પડી હતી. દુષ્કર્મમાં દીકરો સામેલ હોવાના કારણે તેણે બાળકીની હત્યા કરવાનો નિર્ણય લીધો. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે શુક્રવારે આગામી સુનાવણી 7 મે સુધી સેશન કોર્ટમાં મામલાની સુનાવણી પર રોક લગાવી દીધી છે.
પોલીસ મુજબ, બાળકીનું અપહરણ 10 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંઝી રામના સગીર ભત્રીજાએ તેના સાથે દુષ્કર્મ કર્યું. તેની હત્યા 14 જાન્યુઆરીએ કરવામાં આવી અને તેની બોડી 17 જાન્યુઆરીએ જંગલમાંથી મળી હતી.
સાંઝી રામે પોલીસને જણાવ્યું કે તેણે બાળકી સાથે દુષ્કર્મની વાત 13 જાન્યુઆરીએ ભત્રીજા પાસેથી જાણવા મળી હતી. જ્યારે ભત્રીજાએ તેને જણાવ્યું હતું કે તેણે એન વિશાલે મંદિરમાં દુષ્કર્મ કર્યું હતું.ચાર્જશીટ મુજબ, સાંઝી રામે સમુદાયને ડરાવવા અને ભગાડવાના ઉદ્દેશ્યથી બાળકીની હત્યા કરાવવાનો નિર્ણય લીધો.
પોલીસ મુજબ, તેણે પોતાના ભત્રીજાને પોતાનો અપરાધ સ્વીકારી લેવા કહ્યું છે.મંદિરમાં રાખવામાં આવી હતી બાળકી પોલીસે એજન્સીને જણાવ્યું કે બાળકી મુસ્લિમ બકરવાલ સમુદાયની હતી, તેનું અપહરણ કરીને મંદિરમાં રાખવામાં આવી હતી. સાંઝી રામ તેની દેખભાળ કરતો હતો. અપહરણનું મુખ્ય કારણ બકરવાલ સમુદાયને ડરાવવા અને હિન્દુ બહુમતી વિસ્તારમાંથી ભગાડવાની હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com