ગેરશિસ્ત આચરનાર ધારાશાસ્ત્રી સામે બાર કાઉન્સિલની લાલ આંખ
ભરણ પોષણ કેસમાં બન્ને તરફે વકિલ તરીકે રોકાયને એડવોકેટ એકટનું ઉલ્બંધન કર્યુ ‘તુ
રાજકોટ બાર એલોશીએશના સભ્ય સંજય પંડિત વિરૂધ્ધ બાર કાઉન્સલ ઓફ ગુજરાતને પ્રકાશ અડવાણીએ આધાર પુરાવા સાથે કરેલી ફરિયાદ બાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની શિસ્ત કમિટીએ એડવોકેટ એકટના ઉલ્ટા પ્રમાણે સંજય પંડિતને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સ્ટેટરોલ પર નોંધાયેલા દરેક ધારાશાસ્ત્રીઓએ એડવોકેટસ એકટનું પાલન કરવા માટે કાયદેસરરીતે બંધાયેલા હોય છે. જો કોઇપણ ધારાશાસ્ત્રી એડવોકેટસ એકટની કલમ ૩૫ વ્યવસાયિક ગેરવર્તણુંક કરે અથવા અન્ય ગેરવર્તણુંક કરે તેવા ધારાશાસ્ત્રીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમ સમય માટે અને ગંભીર પ્રકારની ગેરવર્તણુંક હોય તો કાયમી પણ એડવોકેટ તરીકેની સનદ રદ કરતા હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગેરવર્તણુંક કરનાર ધારાશાસ્ત્રી વિરૂધ્ધ એડવોકેટ એકટની કમલ ૩૫ હેઠળ કોઇપણ પ્રકારની ફરિયાદ આવેલી હોય તો તેવી ફરિયાદ પર ઊંડાણમાં ચર્ચા વિચારણ કરી બન્ને પક્ષોને તક આપ્યા પછી કોઇપણ ધારાશાસ્ત્રી વિરૂધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવી કે નહિ તેનો નિર્ણય લેવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલી આવી ફરિયાદો માટે શિસ્ત કમિટીઓ બનાવવામાં આવેલી જેમાં શિસ્ત કમિટી નં-૫ દ્વારા ફરીયાદ અન્વયે પુરાવા લઇ ધારાશાસ્ત્રીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલો છે.
વધુમાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દિનેશ એન. પટેલ, પ્રવિણ ડી. પટેલ અને કિશોર આર.ત્રિવેદી બનેલી શિસ્ત કમિટી નં. ૫એ ફરીયાદી પ્રકાશ બી. અડવાણીએ રાજકોટના એડવોકેટ સજય બી. પંડિત વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરેલો કે પ્રતિવાદી એડવોકેટ ફરીયાદીના ચાલી રહેલ કૌટુબિક તકરારના કેસમાં બન્ને તરફે વકીલ તરીકે રહ્યા હતા. જે ફરીયાદ શિસ્ત કમિટીનં -૫ સમક્ષ ચાલી જતાં સંજય બી પંડીતને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેપ્ટર-૨ ભાગ-૭ તેમજ એડવોકેટસ એકટ, ૧૯૬૧ની કલમ ૩૫ (૩)(સી) અન્વયે એડવોકેટ તરીકે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલો છે.