આઈપીએલમાં સૌથી વધુ વાર પાવર પ્લેમાં અર્ધ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો ડેવીડ વોર્નર
આઈપીએલ ૨૦૧૯ સીઝનનો રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેનો મેચ ખૂબજ રસપ્રદ બન્યો હતો. વાત કરવામાં આવે તો ૧૯૯ રનનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ૧૯ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૨૦૧ રન કર્યા હતા. હૈદરાબાદ માટે ડેવીડ વોર્નરે માત્ર ૩૭ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા. જયારે જોની બેરસ્ટોએ ૨૮ બોલ રમી ૪૫ રન કર્યા હતા. બન્ને વચ્ચેની પ્રથમ વિકેટની ભાગીદારી ૧૧૦ રનની નોંધાઈ હતી.
તેમના સીવાય વિજય શંકરે પણ ૧૫ બોલમાં ૩૫ રન કરીને રાજસ્થાને કમબેક કરવાનો કોઈ મોકો આપ્યો ન હતો. રાજસ્થાન રોયલ્સ માટે શ્રેયસ ગોપાલે ત્રણ વિકેટ જયારે બેનસ્ટોકસ અને જયદેવ ઉનડકટે ૧-૧ વિકેટો લીધી હતી. ૧૯૯ રનનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ૧૫ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૬૫ રન નોંધાવ્યા હતા. જેમાં મનીષ પાંડે ૧ રને અને વિજય શંકર ૩૪ રને રમી રહ્યાં હતા.
વાત કરવામાં આવે તો કેન વીલીયમસનના ૧૪ રન ત્યારે જયદેવ ઉનડકટની બોલીંગમાં પોઈન્ટ પર રાહુલ ત્રિપાઠી કેચ આઉટ થયો હતો. આઈપીએલમાં સૌથી વધુ વાર પાવર પ્લેમાં અર્ધસદી કરનાર ડેવીડ વોર્નર પ્રથમ સ્થાને આવ્યો હતો જયારે બીજા સ્થાને ક્રિસ ગેઈલ રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો સનરાઈઝ હૈદરાબાદ વતી રાશીત ખાન ખૂબજ વિસ્ફોટક બોલર તરીકે સાબીત થયો હતો જેને રાજસ્થાન રોયલ્સને ખૂબજ હંફાવ્યા હતા.
ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરના અંતે ૨ વિકેટ ગુમાવી ૧૯૮ રન નોંધાવ્યા હતા. જેમાં સંજુ સેમસને ૫૪ બોલમાં આઈપીએલ ૨૦૧૯ની સીઝનની પ્રથમ સદી ફટકારતા કુલ ૫૫ બોલમાં ૧૦૨ રન કર્યા હતા. જેમાં ટીમના કેપ્ટન અંજીકય રહાણે પણ ૪૯ બોલ રમી ૭૦ રનની ઈનીંગ રમી હતી. કહેવામાં આવે છે કે, બન્નેએ બીજી વીકેટ માટે ૧૧૯ રનની ભાગીદારી નોંધાવી હતી.