કોવિડ-૧૯ મહામારી અન્વયે જામનગર શહેર તેમજ આસપાસના ગામડાઓમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી અનાજ-કરિયાણુ વગેરે વસ્તુઓ જથ્થાબંધ તેમજ છુટક ખરીદી કરવા માટે શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં વેપારીઓ તેમજ શહેરીજનો આવતા હોય છે. વેપારીઓ તેમજ શહેરીજનોની સુરક્ષા માટે સમગ્ર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ, ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની કામગીરી કરાવવા અંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા સર્વે દ્વારા સૂચન આવતા. સોલીડ વેસ્ટ શાખાના અધિકારીએ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની વગેરે કામગીરી હા ધરવામાં આવી. આ સમયે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, વેપારી અગ્રણી રમેશભાઈ દત્તાણી, મહાનગર પાલિકાના અધિકારી મુકેશ વરણવા તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.