મે માસમાં ૧૩.૬૪ લાખ મુસાફરોએ બીઆરટીએસ અને સિટી બસ સેવાનો લાભ લીધો
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા તમામ બીઆરટીએસ અને સિટી બસમાં ટ્વીન ડસ્ટબીન મુકવામાં આવી છે. શકય તેટલા વધુ લોકો સિટી બસ સેવાનો લાભ લઈ શકે તે માટે અનેક બસનાં રૂટ વધારવામાં આવ્યા છે.
મે માસનો રાજકોટ રાજપથ લીમીટેડનો અહેવાલ આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગત માસમાં સિટી બસમાં ૭,૩૬,૭૪૮ મુસાફરો જયારે બીઆરટીએસ બસમાં ૬,૨૭,૭૦૧ મુસાફરોએ મુસાફરી કરી હતી. સિટી બસમાં હાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટ્વીન ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ રાજપથ લીમીટેડની વેબસાઈટ પર ટમાં કરાયેલા ફેરફારનું અપડેશન કાર્ય પૂર્ણ થવાની આરે છે. સિટી બસમાં બેદરકારી બદલ ઓપરેટર માતિ ટ્રાવેલ્સ ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણી, સિકયોરીટી એજન્સી નેશનલ સિકયોરીટી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે.
ટીકીટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડ વસુલાયો છે અને વેલીડીટી પૂર્ણ થઈ ગઈ હોય તેવા ચાર પાસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જયારે ગેરરીતી સબબ ૪ કંડકટરને કાયમી ધોરણે ફરજ મુકત કરાયા છે અને ૧૧ કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બસ સ્ટોપ અને પીકઅપ સ્ટેન્ડ અનઅધિકૃત સ્ટીકરો લગાવવા બદલ ગંગા સ્પા અને શ્રીહરી કલાસીસને ૩.૬૮ લાખનો દંડ ફટકારાયો છે. બીઆરટીએસ શેલ્ડરમાં ગોંડલ રોડ ચોકડીએ વધુ માત્રામાં ટ્રાફિક રહેતું હોય અને શેલ્ડરની જગ્યા વધારવા માટે કાઉન્ટર ખસેડવામાં આવ્યું છે અને દરેક બીઆરટીએસ શેલ્ડરમાં ટ્વીન ડસ્ટબીન મુકવામાં આવ્યા છે.