જય વિરાણી, કેશોદ
ભારત વિકાસ પરિષદ કેશોદ સરકાર દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે હાલમાં ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા મારુ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે કેશોદના બસ સ્ટેશનથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડેપ્યુટી કલેકટર ડેપો મેનેજર નગરપાલિકાના કર્મચારીઓ તથા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે.
બસ સ્ટેશનથી સ્વચ્છતા અભિયાનના શુભારંભ પ્રારંભે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ કેશોદ આપણું શહેર સ્વચ્છ શહેર આપણું કેશોદ આગવું ગામ, ભારત માતાકી જય, વંદે માતરમના સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તરફથી પણ શ્રમયોગ આપી સાથ સહકાર આપશે તેમજ કેશોદને મોર્ડન શહેર બનાવવા શહેરીજનો પણ સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદ્દેદારો દ્વારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી શહેરીજનોને સ્વચ્છતા જાળવવી મારુ ગામ સ્વચ્છ ગામ ના સંકલ્પ સાથે સહકાર આપવા અપીલ કરી હતી