રાજકોટ રેલ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડીયા અંતગત પ૧ સ્ટેશનો પર રેલકર્મીઓ દ્વારા મોટાપાયે સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલના દિશા નિર્દેશ અનુસાર સંપૂર્ણ મંડળ પર એક આયોજીત અને હમબઘ્ધ પ્રક્રિયા અંતર્ગત વિવિધ પ્રકારની સ્વચ્છતા સંબંધી ગતિવિધિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત વ્યાપાક રુપથી મંડળના સ્ટેશનો, રેલવે ટ્રેક, મંડળ કાર્યાલય સ્ટેશન પરિસર અને તેની આસપાસનું ક્ષેત્ર, રેલવે કોલોની, હોસ્પિટલ તથા રેલ પરિસરમાં સમાવિષ્ટ દરેક સ્થાનોની સંપૂર્ણ સ્વચ્છતાને વિસ્તૃત સ્તરે સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું. સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલવે પરિસરમાં પ્લાસ્ટિકના સીંગલ ઉપયોગને ટાળવા પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું હતું. રાજકોટ મંડળના સિનીયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે અભિયાનના અંતિમ દિવસે ગાંધી જયંતિ અવસર પર મંડળના ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, સુ.નગર, કાનાલુસ, લખતર, કણકોટ સહીત પ૧ સ્ટેશનો પર રેલ કર્મીઓ દ્વારા કોવિડ-૧૯ ના માપદંડોનું પાલન કરવા સહિત મોટા પાયે શ્રમદાન કરવામાં આવ્યું હતું. રેલ કર્મીઓના સુંદર પ્રયાસો દ્વારા આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવાયું હતુ.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…