માસિક દરમિયાન શાળા-કોલેજોમાં હાઈજીનની સુવિધાના અભાવને કારણે ડ્રોપઆઉટનું પ્રમાણ વધ્યું
શાળા-કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓની માસિક પ્રક્રિયાની સુવિધાને ધ્યાનમાં લઈ હવે સરકાર શાળા-કોલેજોમાં સેનેટરી નેપકીનના વેન્ડીંગ મશીનો મુકાવશે. રાષ્ટ્રીય મહિલા સંઘે યુનિયન હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટના મંત્રી પ્રકાશ જાવડેકરને વેન્ડીંગ મશીનના સુજાવ અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંઘના સભ્યોએ પત્ર લખી જણાવ્યું હતું કે, ૨૩ ટકા છોકરીઓ તેની પાસે હાઈજીન પ્રોડકટ ન હોવાને કારણે શાળા અથવા કોલેજ જતી નથી અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ મહતમ લક્ષ્યાંકો સુધી પહોંચી શકતી નથી.
વિદ્યાર્થીઓ માટે સેનીટેશન તેમજ હાઈજીન પડકારથી કમ નથી માટે વેન્ડીંગ મશીન ઉપરાંત વેસ્ટનો નાશ કરવા માટે ઈકો ફ્રેન્ડલી ઈન્સીનરેટર લગાડવાની પણ માંગ કરવામાં આવી છે. કારણકે હાઈજીનની સમસ્યાને કારણે પણ ઘણી યુવતીઓ શાળા અથવા કોલેજોમાંથી ડ્રોપઆઉટ લેતી હોય છે. ભારતની અડધો-અડધ વસ્તી મહિલાઓની છે ત્યારે તેની માસિક પ્રક્રિયા માટે સરકારે વેન્ડીંગ મશીનો મુકવા જોઈએ. જોકે આ આઈડિયોની અમલવારી હવે કરવામાં આવશે.
એક અભ્યાસમાં ડ્રોપઆઉટ થતા વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું જેમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓ વધુ હતી અને મોટા પ્રમાણની છોકરીઓની એક જ સમસ્યા હતી કે શાળા-કોલેજોમાં સ્વચ્છ શૌચાલય અને માસિક દરમ્યાન યોગ્ય સુવિધા નથી હોતી માટે તેઓ ઘરે રહે છે તો ઘણા યુબર્ટીને કારણે ડ્રોપ આઉટ બે છે માટે તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની સ્કૂલોમાં ફ્રી સેનીટરી નેપકીન આપવાનો નિર્ણય લીધો છે. તેથી ૨૩ હજારથી વધુ છોકરીઓને લાભ મળશે. આ ઉપરાંત રાજકોટના રેલવે સ્ટેશનોમાં પણ સેનીટરી વેન્ડીંગ મશીનો મુકાયા છે.