સ્વચ્છતા એ જ સેવા અભિયાન છેડાયું: વેન્ડીંગ અને ડિઝપોસલ મશીન સિસ્ટમ મૂકવામાં આવી
મંત્રાલયમાં સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન મૂકાયા છે. સંસદના નોર્થ બ્લોકમાં ૩ સ્થળ સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન અને ડીસ્પોસલ મશીન મૂકાયા છે.
સંસદના ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગે સ્વચ્છતા હી સેવા અભિયાન છેડયું હતું. આ સીસ્ટમનો ઉપયોગ કરવા માટે ઉપભોકતાએ ‚પિયા ૫નો સિક્કો મશીનમાં નાખવો પડશે એટલે મશીનમાંથી એક પીસ સેનેટરી નેપકીન બહાર આવશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે વિદેશમાં તો છેલ્લા કેટલાય વર્ષોથી વેન્ડીંગ મશીનની સીસ્ટમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નો પ્રોફિટ નો લોસના ધોરણે આ સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન અને તેનું ડીસ્પોસલ મશીન મૂકવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કામાં સંસદના નોર્થ બ્લોકની ત્રણ ઈમારતોમાં આ સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન અને ડીસ્પોસલ મશીન મૂકવામાં આવ્યા છે. હવે કઈ કંપનીના સેનેટરી નેપકીન છે. તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ સ્ટાન્ડર્ડ કંપનીના જ હશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગઈકાલે ટીવી પર કૌન બનેગા કરોડપતિમાં સ્વચ્છતા પર અમિતાભ બચ્ચને વાત કરી હતી.