સફાઇ કામદારને ઓનડયુટી ગણી હાજરી પુરી આપવાના બદલામાં લાંચ લીધી

રાજકોટ મહાનગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટ સફાઇ કામદાર પાસેથી રૂા.૬ હજારની લાંચ સ્વીકારતા એસીબી સ્ટાફે રંગે હાથ ઝડપી લેતા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.

કોઠારિયા રોડ પર હુડકો વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મૃગેશ આબાદ વસાવાને રૂા.૬ હજારની લાંચ લેતા એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.બી.જાની માર્ગ દર્શન હેઠળ પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધો છે.

જામનગર રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશ વસાવાએ સફાઇ કામદારને ઓનડયુટી ગણી તેની હાજરી પુરી આપે તો તેને પુરો પગાર મળે તેમ હોવાથી તેના બદલામાં રૂા.૭ હજારની લાંચની મગાણી કરી હતી. સફાઇ કામદાર અને સેનેટરી ઇન્સ્પેકટર મૃગેસ વસાવા વચ્ચે થયેલી રકઝકના અંતે રૂા.૬ હજાર આપવાનું નક્કી થયું હતુ.

એસીબી સ્ટાફે કોઠારિયા રોડ પરની વોર્ડ ઓફિસે જ લાંચનું છટકું ગોઠવી સફાઇ કામદાર પાસેથી લાંચના રૂા.૬ હજાર સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.