વિરપુરના દર્શનકુમાર શાસ્ત્રીજીના મુખેથી સુબોધીનીજી રસપાન
છપ્પનભોગ (બડો મનોરથ) મહોત્સવ એવમ શ્રીમદ ભાગવત દશમ સ્કંધ રસપાન મહોત્સવ મરુલીકા બેટીજીની સાનિઘ્ય હવેલી જીવરાજ પાર્ક ખાતે તા. 26-12 થી 30-12 કથા રસપાન તા. 31-1ર છપ્પનભોગ દર્શન નિત્ય સાંજે સ્થાનીક તથા બહાર ગામના ગોસ્વામી આચાર્યોના વચનામૃત થશે.
‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા દર્શન શાસ્ત્રીજી:, અરવિંદભાઇ પાટડીયા, કીરીટભાઇ રોજીવાડીયા, શામજીભાઇ વાંસજાળીયા, જયસુખભાઇ ગોર, હરિભાઇ ભાલોડીયા:, વલ્લભભાઇ રામાણી, તુલસીભાઇ ગીણોયાએ વિશેષ વિગત આપી હતી.
સાનીઘ્ય હવેલી, જીવરાજ પાર્ક ખાતે બિરાજી રહેલ વિઠ્ઠલનાથજી મહારાજ (ચોપાસેની- જુનાગઢ) ના બેટીજી મુરલીકા બેટીજી અને નીતેશ લાલાજી ને ત્યાં બીરાજી રહેલ કોકીલાબેન બેટીજી તથા બ્રિજેશ લાલાજીના ઠાકોરજી, મદનમોહન પ્રભુ, બાલકૃષ્ણલાલ ને છપ્પનભોગ આરોગવવાનો તેમજ શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધ ચિંતન શિબિર સપ્તાહ નો મનોરથ મોટા મંદિર સ્થિત ગોપીશકુમાર મહારાજ, અઘ્યક્ષતામાં સિઘ્ધ થયેલ છે. પોષ સુદ 4 સોમવાર તા. ર6 થી પોષ વદસુદ-8 તા. 30 શુક્રવાર સુધી પ્રખર વિદ્વાન દર્શનકુમાર શાસ્ત્રીજી (વીરપુર) ના મેખુથી શ્રી સુબોધીનીજી રસપાન રાખવામાં આવેલ છે. તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
તા. 26-12 ને સોમવારના શુભ દિવસે બપોરના 2.30 વાગ્યે સાનિઘ્ય હવેલી, જીવરાજ પાર્ક પ્રથમેશ નગર થી પ્રારંભ થઇને હજારો વૈષ્ણવોની ઉ5સ્થિતિમાં શોભાયાત્રા વિશાલબાવાની અઘ્યક્ષતામાં કથા સ્થળ બરસાના વાટીકા મનોરથ સ્થળે પધારશે.તા. 26 સોમવારે સાનિઘ્ય હવેલી ખાતે સવારે કુન્વારા દર્શન થશે, તા. ર7 મંગળવારે સવારે હવેલી ખાતે રાજભોગ દર્શન તથા સાંજે કથા સ્થળે મોતીના બંગલા દર્શન, તા. ર8 બુધવારે હવેલી ખાતે સવારે રાજભોગ દર્શન ત્યાં સાંજે કથા સ્થળે કાચના બંગલા શ્યામ સગાઇ દર્શન, તા. ર9 ગુરુવારે હવેલી ખાતે સવારે રાજભોગ દર્શન તથા સાંજે કથા સ્થળે વિવાહ ખેલના દર્શન, તા. 30 શુક્રવારે હવેલી ખાતે સવારે સંખેડાનો બંગલો દર્શન ત્યાં સાંજે કથા સ્થળે મયુરા આસનના દર્શન, તા. 31 શનિવારે કથા સ્થળે સાંજના પ વાગ્યા થી છપ્પનભોગ દર્શન થશે.કથા સમય તા. ર6 થી 30 દરરોજ બપોરના 3 થી 7 વાગ્યા સુધી દરરોજ રાત્રે 9 વાગ્યા થી રપર એનીમેશન ચિત્રણ (ફિલ્મ) બનાવવામાં આવશે.
બરસાના વાટીકા (શ્રી જીવરાજ ફાર્મ હાઉસ) રાજકોટ પબ્લીક સ્કુલની સામે, જીવરાજ પાર્ક મેઇન રોડ, રાજકોટ ખાતે કથા યોજાશે.બહારગામથી આવેલ વૈષ્ણવો માટે ઉતારાની વ્યવસ્થા રાખેલ છે. જે માટે ચેતનભાઇ મો. નં. 94286 23572, 82640 60816 પર સંપર્ક કરવા જણાવ્યું છે.