ઉઘોગપતિ મૌલેશ ઉકાણી અને નરેશભાઇ લોટીયાની ઉ૫સ્થિતિ
સરગમ કલબ દ્વારા યોજાતા સમર ટ્રેનીંગ કલાસનું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કલાસનો સમાપન સમારોહ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ તાલીમ પામીને વિજેતા બનેલા બહેનોને ઉઘોગપતિ મૌલેશભાઇ પટેલ અને નરેશભાઇ લોટીયા વગેરેના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્કુલમાં યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે ગુણવંતભાઇ ડેલાવાળાએ કહ્યું હતું કે, વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા બહેનોને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે. આ વર્ષે પણ અનેક બહેનોએ શ્રેષ્ઠ તાલીમ પ્રાપ્ત કરી છે.
આ સમય ટ્રેનીંગ કેમ્પમાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જયારે આ બહેનોને તાલીમ આપનાર ટયુટરોને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ મોમેન્ટો ચંદાબેન શાહ, ઉષાબેન પટેલ, જયશ્રીબેન રાવલ, રેશ્માબેન સોલંકી અને છાયાબેન દવેના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, વિપુલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, મધુરીકાબેન જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.