શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો સંધ્યા આરતી બંધ રહેશે. જો કે ભાવિકો માટે દર્શનનો સમય યથાવત રાખવામાં આવ્યો છે.

આવતા શનીવારે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણને લઇ, શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે.

દર્શનનો સમય યથાવત રહેશે

28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે.

ચંદ્રગ્રહણને અનુલક્ષીને 28મીએ ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહન આરતી પછી દરેક પુજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાયં આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્ર્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરીસરમાં દરમાસની પુર્ણીમાંએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે.

29મીએ તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓક્ટોબરના મધ્યરાત્રી એ થતો હોવાથી, પ્રાત:મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે.

ચંદ્ર ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાત: 6-00 થી રાત્રીના 10-00 સુધીનો રહેશે.ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.