હયાત સાંઢીયા પૂલની જગ્યાએ કરોડોના ખર્ચ નવો ફોર લેન બ્રિજ બનાવશે
શહેરના જામનગર રોડ પર આવેલો રાજાશાહી વખતનો સાંઢીયો પૂલ તોડી ત્યાં કરોડોના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાના કામનું ગત સાતમી માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ હવે બ્રિજ બનાવવાની કામગીરી પુરપાટ ઝડપે આગળ ધપાવવામાં આવશે. આવતા સપ્તાહે સાંઢીયો પૂલ વાહન ચાલકો માટે તોડી પાડવામાં આવશે. જેમાં સ્થાને નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાશે. આ અંગે ટૂંક સમયમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. સાંઢીયા પૂલને અસલામત જાહેર કરી તેના પરથી ભારે વાહનોના આવર જવર પર બે વર્ષ પૂર્વે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન અહીં 75 કરોડના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરાવામાં આવ્યું છે.નવો સર્વિસ રોડ કાઢવાનું કામ પૂર્ણતાન આરે છે. અહીં ડામર પેવરનું કામ ચાલી રહ્યું છે.જે બે-ચાર દિવસમાં પૂર્ણ થયા બાદ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં વાહન ચાલકો માટે સાંઢીયો પૂલ બંધ કરી દેવામાં આવશે.આ અંગે પોલીસ કમિશનર દ્વારા વિધિવત જાહેરનામુ પ્રસિદ્ધ કરાયા બાદ પુલને તોડવાની કામગીરી શરૂ કરાશે રાજકોટનો આ પ્રથમ એવો બ્રિજ હશે જે તોડી પાડી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનું કામ અંદાજ બે વર્ષ સુધી ચાલશે.રેલવે વિભાગમાં કોર્પોરેશન દ્વારા બ્રિજ નિર્માણ માટે પૈસા ભરપાઈ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીની આચારસંહિતામાં બ્રિજનું નિર્માણ કાર્ય અટકે નહીં તે માટે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી દ્વારા આ કામના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર રોડ પર હયાત પુલની જગ્યાએ નવો ફોર લેન બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે.