- સાંઢીયો પુલ પાંચ કલાક માટે બંધ કરાયો
- રૂ. 41.32 કરોડના ખર્ચ નવો ફોર લેન બ્રિજ બનાવવા હયાત પુલને તોડી પાડવાની કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશે
શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલના સ્થાને કોર્પોરેશન દ્વારા રૂ. 74.32 કરોડના ખર્ચ નવો ફોર લેન બ્રીજ બનાવવામાં આવનાર છે. દરમિયાન આજે ટેકનીકલ કામગીરી સખત પાંચ કલાક માટે સાંઢીયો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરાતાની સાથે જ કોર્પોરેશન દ્વારા વાહન ચાલકો માટે સાંઢીયો પુલ બંધ કરી દેવામાં આવશે. નવા બ્રિજના નિમાર્ણ માટે કામગીરી હાથ ધરવામાં આવનાર હોય બાજુમાં જ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છ. જયાં હાલ વાહનો વ્યવહાર શરુ થઇ ગયો છે.
આજે સવારે સાંઢીયા પુલના બન્ને છે ડે પતરાની આડશ મારી દેવામાં આવી હોય વાહન ચાલકોને એવું લાગ્યું હતું કે આજથી સાંઢીયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે બાજુમાં વિશાળ સર્વીસ રોડ તૈયાર થઇ ગયો હોય વાહન ચાલકોએ તેનો ઉપયોગ પણ શરુ કરી દીધો છે. કોર્પોરેશનના ઇજનેર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ટેકનીકલ કામગીરી સબળ આજે વહેલી સવારે પાંચેક કલાક માટે સાંઢીયો પુલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પતરાની આડશો હટાવી લેવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના જાહેરનામુની રાહ જોવામાં આવી રહી છે. જે ટુંક સમયમાં પ્રસિઘ્ધ થતા જ નવા બ્રિજ બનાવવાની કામગીરી શરુ કરવા માટે સાંઢીયા પુલ પર વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવશે.
ત્યારબાદ હયાત પુલને તોડી તેના સ્થાને 74.32 કરોડના ખર્ચ નવો બ્રિજ બનાવવામાં આવશે.
નવા બનનારા ફોરલેન બ્રિજની લંબાઇ 600 મીટરની હશે જેમાં સિવીલ હોસ્પિટલ તરફ બ્રિજની લંબાઇ 298 મીટર અને માધાપર ચોકડી તરફ 268 મીટરની હશે. બ્રિજની પહોળાઇ 16.80 મીટરની રહેશે. રાજકોટનો આ પહેલો એવો બ્રિજ છે જેમાં હયાત પુલને તોડી તેના સ્થાને નવો બ્રિજ બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ થશે. બ્રિજના નિર્માણ માટે ભોમેશ્ર્વર મંદિરની બાજુમાં એક સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ વાહન ચાલકોએ શરુ પણ કરી દીધો છે.
આજે સવારે પાંચ કલાક માટે સાંઢીયો પુલ વાહન ચાલકો માટે બંધ કરાયા બાદ પતરાની આડસો હટાવી લેવામાં આવી હતી.
થોડીવાર પુલ બંધ કરાયો ત્યાં સર્જાઈ અફરાતફરી ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવી મોટો પડકાર
જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલને તોડી અહીં કરોડોના ખર્ચ નવો ફોર લેન બ્રિજ બનાવવા માટે આવનાર છે.આજે સવારે થોડા કલાકો માટે સાંઢીયો પુલ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવતા ભારે અફરાતફડી મચી જવા પામી હતી. ટ્રાફિકની વ્યવસ્થા જાળવી રાખવી પોલીસ માટે મોટો પડકાર બની રહે એવું હાલ દેખાય રહ્યું છે. જોકે આજે સવારે અચાનક વાહન ચાલકોની જાણ બહાર પૂલ બંધ કરી દેવામાં આવતા થોડી અવ્યવસ્થા સર્જાય હતી. પોલીસ કમિશનર દ્વારા સાંઢીયો પુલ વાહન ચાલકો માટે બંધ કરવાનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાય બાદ પુલ બંધ કરવામાં આવશે ત્યારે આટલી મોટી અવ્યવસ્થા નહિ સર્જાય તેવું સૂત્ર જણાવી રહ્યા છે. સર્વિસ રોડ પણ તૈયાર થઈ ગયો છે જેના કારણે મોટી સમસ્યા ઊભી નહીં થાય.