શાસ્ત્રીય સંગીત માટે તેમને 1977માં પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો
પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત અન્નપૂરીણા દેવીનું આજે મુંબઈમાં નિધન થયું છે. 91 વર્ષની વયે અન્નપૂર્ણા દેવી ઘણાં બીમાર રહેતા હતા અને હોસ્પિટલમાં એડ્મિટ હતા. શનિવારે વહેલી સવારે 3 વાગેને 51 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અન્નપૂર્ણા દેવી દેશ-વિદેશમાં પ્રખ્યાત સિતાર વાદક પંડિત રવિશંકરના પૂર્વ પત્ની હતા. તેમનો જન્મ મધ્ય પ્રદેશના મૈહરમાં 1927માં થયો હતો. વર્ષ 1977માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર મળી ચૂક્યો છે.
અન્નપૂર્ણા દેવીનું અસલી નામ રોશનઆરા ખાન છે. તે મૈહર ઘરાનાના ઉસ્તાદ બાબા અલાઉદ્દીન ખાનના જનમ્યા હતા. મૈહરમાં તેમના પિતા અલાઉદ્દીન ખાન મહારાજા બૃજનાશ સિંહના દરબારી સંગીતકાર હતા. તેમણે જ્યારે દરબારમાં દીકરીના જન્મ વિશે વાત કરી ત્યારે મહારાજે નવજાત બાળકીનું નામ અન્નપૂર્ણા રાખી દીધું હતું.