ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલું તુંગનાથ મંદિર યાત્રિકો માટે
આસ્થાનું પ્રતીક
ભારતમાં ભગવાન શિવને સમર્પિત અનેક મંદિરો છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલું તુંગનાથ આવું જ એક મંદિર છે, જે ભવ્ય પર્વતોની વચ્ચે આવેલું છે. તે વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર 3680 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તે પંચ કેદારમાંથી એક છે અને લગભગ 1000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર થોડા મહિનાઓ માટે જ ખુલે છે. તે સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓ દરમિયાન ખુલ્લું હોય છે જ્યારે યાત્રાળુઓ મંદિરની મુલાકાત લે છે. તે જ સમયે મંદિરના દરવાજા ઓક્ટોબરના અંત સુધી બંધ રહે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિશ્વનું સૌથી ઊંચું શિવાલય છે પરંતુ તેનું ગર્ભગૃહ જે છે તે 6 થી 10 ડિગ્રી જેટલો ખસી ગયો છે. આ તત્વ વિભાગ અને મંદિર સંચાલન કરતા સંચાલકો માટે પણ આ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને આશ્ચર્યની સ્થિતિ પણ ઉદભવિત થઈ છે કે આ કઈ રીતે શક્ય બને. આ ઘટના ઘટતા ની સાથે જ પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને યોગ્ય લાગતા જ આ ગર્ભ ગૃહનો જીણોધાર કરવામાં આવશે. એટલું જ નહીં આ મંદિરને મોન્યુંમેન્ટ તરીકે જાહેર કરવા સરકારને ભલામણ પણ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને રાષ્ટ્રીય ધરોહર તરીકે પણ પ્રસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે.
પુરાતત્વ વિભાગના અધિકારીનું માનવું છે કે ગર્ભ ગૃહમાં જે પથ્થર ખરાબ અથવા તો બગડી ગયો હોય તેને મંત્રણા કરી બદલવામાં આવશે આ તકે આઠમી સદીમાં નિર્માણ પામેલું વિશ્વનું સૌથી ઊંચું શિવાલયની રખોપા કરતા બદરી કેદાર ટેમ્પલ કમિટીએ જણાવ્યું હતું કે તેઓ તેમની અધ્યક્ષતા અને નેજા હેઠળ જ મંદિરના જીર્ણોદ્ધાર કાર્ય હાથ ધરશે.