ઉપલેટા આસપાસના સાયન્સના વિદ્યાર્થીઓ નજીકના વિસ્તારમાં અભ્યાસની સુવિધા મેળવી શકશે

ડુમીયાણી શૈક્ષણીક સંકુલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. કોલેજને મંજુરી આપવામાં આવી છે જેથી હવે ઉપલેટા આસપાસના વિઘાર્થીઓ નજીકના વિસ્તારમાં અભ્યાસની સુવિધા મેળવી શકશે.

પીપલ્સ વેલ્ફેર સોસાયટી ડુમીયાણી કેમ્પસમાં અનેક વિધ શૈક્ષણીક સંકુલો ચાલે છે જેમાં વિવિધ વિદ્યાશાખા, ડીગ્રી કોર્ષ ચાલુ છે. સંસ્થાના મેનેજીંગથ ટ્રસ્ટી બળવંતભાઇ મણવરના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણીક યુનીટોમાં ઉચચ લાયકાત ધરાવતો સ્ટાફની સાથે અધતન બીલ્ડીંગ, વિશાળ લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, ફીઝીકલ કેમેસ્ટ્રી, બાયોલોજી વિષયની અધતન સાધનો સાથેની લેબોરેટરી પણ તૈયાર કરેલ છે. ચાલુ વર્ષ જુન-૨૦૨૦ થી એક નવું શૈક્ષણિક યુનિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.વી.બી. એમ સાયન્સ કોલેજ (બી.એસ.સી.) ની મંજુરી મળેલ છે. નવી શરુ થતી આ સાયન્સ કોલેજમાં પૂર્ણ લાયકાત ધરાવતા સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે. આ સાયન્સ કોલેજમાં મુખ્ય વિષય કેમેસ્ટ્રી, ફીઝીકસ, માઇક્રોબાયોલોજી અને મેથ્સ નવા વર્ષથી ચાલુ કરેલ છે. ત્યારબાદ જરૂરીયાત મુજબ નવા વિષયોની મંજુરી મેળવવામાં આવશે. સાયન્સના તમામ વિષયોની અધતન લેબોરેટરી પણ તૈયાર છે. આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવર જણાવે છે કે ઉપલેટા વિસ્તારમાં અને તેની આસપાસના પ૦ કી.મી. વિસ્તારમાં એક પણ સાયન્સ કોલેજ હતી નહી તેથી ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદર, જામજોધપુર, માણાવદર, કુતિયાણા, બાટવા વિસ્તારમાં રહેતા સાયન્સના વિઘાર્થીઓ માટે બી.એસ.સી. કરવું હોય તો દુર દુર સુધી જવું પડતું તેઓને અગવડતા ન પડે તેથી ધોરણ -૧ર સાયન્સ પાસ કરેલ વિઘાર્થીને બી.એસ.સી. કરવું હોય તો નજીકના જ વિસ્તારમાં અભ્યાસની સુવિધા મળી રહે તે હેતુથી કોલેજ ચાલુ કરવામાં આવેલ છે. ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મઘ્યમ અને ગરીબ વર્ગને પરવડે તેવી ફી સાથે એડમીશન પ્રક્રિયા હાથ ધરવાનું નકકી કરેલ છે. હાલમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકાય છે. વધારે માહીતી માટે મો. નં. ૯૧૦૬૮ ૧૬૮૭૭ – ૯૪૨૬૨ ૨૧૯૮૮ – ૯૮૨૫૪ ૧૪૪૬૬ પર સંપર્ક કરવો.

આ સંસ્થામાં અધતન સુવિધા સાથેની બહેનો તથા ભાઇઓ માટેની અલગ અલગ હોસ્ટેલની ખૂબ જ ઓછી ફી સાથે સુવિધા પણ મળી રહેશે. અઘ્યાપકો પરિવાર સાથે કેમ્પસમાં જ રહે છે તેથી વિઘાર્થીઓને પણ પરિવારની જેમ જ સાચવે છે અને માર્ગદર્શન આપવામાં આવે છે કેમ્પસ પ્લેસમેન્ટ સેલ પણ ચાલે છે. જેમાં વિઘાર્થી નોકરી પર ચડી જાય ત્યાં સુધી કાળજી રાખવામાં આવે છે. આ બી.એસ.સી. કોલેજ મંજુર થતા આજુબાજુના ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએથી રાજકીય સામાજીક અગ્રણીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, તેમજ વિઘાર્થીઓના વાલી તરફથી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને શુભેચ્છા પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.