ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે
રૂ. 22 હજાર કરોડના ઐતિહાસિક સમજૂતિ કરાર સંપન્ન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા ૧૦ બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે. વડાપ્રધાનની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ એટીએમપી ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ એટીએમપી ફેસેલીટી શરૂ કરવામાં આવશે. જે કાર્યની શરૂઆત આ વર્ષના અંતર એટલે કે ડિસેમ્બર માસમાં જ શરૂ થઇ જનાર છે.

વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.

ગુજરાતમાં સુદ્રઢ મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વેપાર માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પૂલની ઉપલબ્ધિ જેવી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરીંગ ફેસેલીટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે.

આશરે 20 હજાર રોજગારીનું થશે સર્જન

રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (જીએસઈએમ) ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે.

૪૫ હજાર હેકટરની વિશાળ જગ્યામાં ઉભું કરાશે સ્પેશ્યલ ઝોન

ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ એમઓયુ દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે. માઇક્રોને પોતાની નવી એટીએમપી ફેસિલિટી માટે સાણંદ જીઆઈડીસી ફેઝ 2 ને પસંદ કરી છે. સાણંદ જીઆઈડીસી હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.

આ અવસરે જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ માઇક્રોનને ૯૩ એકર જમીનની ફાળવણી માટેનો ઓફર કમ એલોટમેન્ટ લેટર હેન્ડ ઓવર કર્યો હતો. માઇક્રોન કંપની સાણંદ જીઆઈડીસી એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સ્થાપના કરશે, કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્ઝમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જીલેટ, હેડ એન્ડ શોલ્ડર સહીતની પ્રોડક્ટ હવે સાણંદમાં બનતી થઇ જશે

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કો (પી એન્ડ જી) વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ નિર્માતા કંપની છે જે ભારતમાં નિકાસ હબ સ્થાપવા માટે ગુજરાતમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જે હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ડાયજેસ્ટિવ્સ બનાવશે. નવું યુનિટ પી એન્ડ જી ઈન્ડિયાના સમગ્ર દેશમાં આઠ પ્લાન્ટના હાલના મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટની ટોચ પર બિલ્ડ કરે છે અને ગુજરાતમાં હાલની હાજરીનું વિસ્તરણ કરે છે જ્યાં તેનો સાણંદ, અમદાવાદમાં 2015 થી પ્લાન્ટ છે.

પી એન્ડ જી ખાતે અમે ભારતની વિકાસ યાત્રામાં ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને વર્ષોથી વૃદ્ધિ માટે અને સારા માટેના બળ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી એ દેશની અપાર વૃદ્ધિની સંભાવનામાં અમારી શ્રદ્ધાનો પુરાવો છે. નવી અત્યાધુનિક સુવિધા સાથે અમારો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સ્તરે પી એન્ડ જી માટે નિકાસ હબમાં રૂપાંતરિત કરવાનો છે, તેવું પી એન્ડ જીના સીઈઓ એલવી વૈદ્યનાથે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.