ફોર્ડ કંપનીના કર્મચારીઑ ઉતર્યા હળતાલ પર ઉતાર્યા છે.કર્મચારીની માંગણીની વાત કરવામાં આવે તો કર્મચારીઑનું કહેવું છે કે દિવાળીની મીઠાઇ ખરાબ ગુણવત્તા વાળી આપવામાં આવે છે.આ સાથે જ કર્મચારીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.અને ખોટીરીતે કામદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.અંદાજે 900 જેટલા કર્મચારી આ લડત પર ઉતર્યા છે.
જ્યા સુધી કામદારોને ન્યાય નહીં મળે ત્યાસુધી લડત ચાલુ રાખવાની વાત કરી છે.અને કંપનીના પ્રોડકશનને કઈ પણ નુકશાન પહોચાડયા વગર આ લડત કરવામાં આવશે.બપોરે 3.30 વાગ્યા પછી કંપનીના ગ્રાઉન્ડમાં બેસી લડત ચાલુ રાખવાની વાત કરી છે.જો કામદારોને કાઇપણ થશે તો તેની જવાબદારી સંપૂર્ણ જવાબદારી કંપનીના મેનેજમેંન્ટની રહેશે તેવું જણાવ્યુ હતું.