એક વર્ષ માટે દ્વારકાનો પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ
ચાલુ પખવાડીયામાં મેઘરાજાએ હાલાર પર હેત વરસાવ્યા બાદ દ્વારકાને પીવાનું પાણી પૂરૂ પાડતાસાની ડેમની આજરોજ દ્વારકા નગરપાલીકાના પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા તથા પૂર્વ પાલીકા પ્રમુખ ગોપાલભાઈ કણઝારીયાએ મુલાકાત લીધી હતી. સાની ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ હોય પાણીની સપાટી હાલ ૧૭.૫ ફૂટ જેટલી હોય જેથી આગામી વર્ષ સુધી પૂરતો જથ્થો સાની ડેમમાં હાલ મોજૂદ હોય દ્વારકા શહેરના પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ થયો છે.