રાજકોટ જૈન મોટા સંઘમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે પૂ.ધીરગુરુદેવ મંગલ પ્રવેશ
અબતક, રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા પેલેસ રોડ ખાતે સંયમ સ્નેહી કુ.રોશનીબેન નલીનભાઈ આશરાના 12 ડિસેમ્બરના આયોજિત જૈન ભાગવતીદીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના દીક્ષા પ્રદાતા પૂ.ધીરગુરુદેવ નવદિક્ષતી રોશનીબેન આદિ ઠાણાનો મંગલ પ્રવેશ કર્યો હતો. સંઘના મંત્રીઓ કમલેશ મોદી અને બકુલેશ રૂપાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યાનુસાર પૂ.ગુરૂદેવ તથા મહાસતીજી વૃંદ તથા દીક્ષાર્થી બહેન મૂળવતભાઈ દોમડીયા ચોક રાજશ્રી સીનેમા પાસે ભુપેન્દ્ર રોડ ખાતે 300થી વધારે લોકો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો.જૈન અગ્રણી મયુરભાઈ ભુપતલાલ શાહ (દિવાનપરા) પોલીસ ચોકી પાસે તેમના નિવાસ સ્થાને ધીરગુરુદેવ તેમજ દીક્ષાર્થી પગલા પાડ્યા હતા તેમજ ધીરગુરુદેવ માંગલિક ફરમાવ્યું હતું. દિક્ષાર્થી રોશનીબેનનું બહુમાન મયુરભાઈની દિકરીએ કિંજલ, રાજવી જમાઈ અનિક શેઠ અને રૂપાબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. મયુરભાઈનો પરિવાર ઉષાબેન, મીરા, તેજસભાઈ મહેતા, દેવેન્દ્ર મણીયાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સકલ સંઘના શ્રાવક-શ્રાવિકાઓનું સંઘ પૂજન કરવામાં આવ્યું.વિરાણી પૌષધશાળામાં શ્રાવક-શ્રાવિકાઓનું નવકાશી કરેલ જ્યારે તા.2ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે ‘સંજમં ઉવસંયજ્જામિ’ વિષય પર પ્રવચન કરશે.બૃહદ રાજકોટના સંઘો દ્વારા દીક્ષાર્થી રોશનીબેનનું ભવ્ય બહુમાન તા.4ને શનિવારે સવારે 10 કલાકે યોજાશે. તા.6 સમસ્ત મહિલા મંડળના બહેનો માટે મહિલા જ્ઞાન શિબીર યોજાશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા, દિનેેશભાઈ દોશી, રાજુ કોઠારી અને સંઘના હોદ્દેદારો, મહિલા મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.