સેમસંગનો સૌથી મોંઘો સ્માર્ટફોન્સ સેમસંગ ગેલેક્સી ઝેડ ક્લિપ ભારતમાં લોન્ચ કર્યો છે. વર્ષ 2020 નો સેમસંગનો સૌથી મોંઘો સ્માર્ટફોન્સ સેમસંગ ગેલેક્સી ઝેડ ક્લિપ હવે એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર બુકિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ કંપનીનો બીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે પરંતુ તેની અંદર અલગ પ્રકારના ફોલ્ડેબલ મેકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેની કિંમત રૂપિયા 1,49,999 ભારતમાં રાખવામાં આવી છે. અને એમેઝોન ની વેબસાઈટ પરથી જાણવા મળે છે કે એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને આ સ્માર્ટફોન 2જી બેથી ચાર દિવસની અંદર મળી જશે,
સ્પેસિફિકેશન્સ આ સ્માર્ટફોનને બે કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લેક અને પર્પલ કલરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 6.2 ઇંચ ની એચડીઆર 10 ડાયનેમિક ડિસ્પ્લે આપવામાં આવે છે. આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સાથે 8gb રેમ અને 256 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર નેનો સિમ અને ઈ સિમ એમ ડ્યૂઅલ સિમ સપોર્ટ પણ આપવામાં આવે છે.
આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરવામાં આવે તો તેની અંદર ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે જેની અંદર બાર મેગાપિક્સલનો એક્સટેન્શન આપવામાં આવે છે કે જે અલ્ટ્રા વાઈડેન્ગલ છે આ કેમેરાની અંદર ગ્રાહકોને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ આપવામાં આવે છે અને તે એક્સ ડિજિટલ ધુમ પણ સપોર્ટ કરે છે. સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર સેલ્ફી માટે ગ્રાહકોને 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે કે જે લાઇવ ફોકસ જેવા ફિચર્સની સાથે આવે છે.
આ સ્માર્ટફોનની અંદર 3300 એમએએચની બેટરી આપવામાં આવી છે જેની સાથે કંપની દ્વારા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાયર અને વાયરલેસ બંનેની અંદર આપવામાં આવે છે.