ટીમના સુકાની કે જેને બેટ અને બોલ થી વિપક્ષી ટીમને પછડાટ આપી દેવા હાર્દિક પંડ્યાએ કહ્યું કે ગુજરાતને કોઈ હરાવી શકે તેમ નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી અને રોમાંચક ભર્યો અંત પણ થયો હતો કારણકે ફાઇનલમાં ગુજરાત અને રાજસ્થાનની ટીમ બંને સામસામે ટકરાઇ હતી અને જેમાંથી ગુજરાત ઇન્ડિયન પ્રીમિયર લીગ 15મી સિઝનનું સરતાજ બન્યું હતું. હાર્દિક પંડ્યાએ મેચ પૂર્ણ થયા બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે ટીમે વિજયની આગેકૂચ કરી હતી તેને જોતાં એ વાત સ્પષ્ટ હતી કે ગુજરાતને હરાવવું અન્ય ટીમ માટે ખૂબ જ સ્કેલ છે અને જે ખરા અર્થમાં સાર્થક પણ થયું.
મેચમાં શરૂઆતમાં જો વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સનો ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખરા અર્થમાં નિષ્ફળ નીવડ્યો અને ગુજરાતના ઘાતક બોલર ની સામે રાજસ્થાનના બેટ્સમેનોએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને પરિણામે ઇન્ડિયન પ્રીમિયર લીગના નવા સરતાજ તરીકે નવી ઉભરતી ટીમ ગુજરાત બની હતી. હાર્દિક પંડ્યાએ મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે ગુજરાતનો જે ભરોષો ટીમ ઉપર જોવા મળ્યો તે જ ભરોસાના પગલે ગુજરાત વિજય બની શકી છે. સ્ટેડિયમ પર ઉપસ્થિત એક લાખ જેટલા લોકો ગુજરાતની ટીમે જે રીતે પ્રોત્સાહિત કરી રહ્યા હતા તેનાથી તેમને એવો પ્રોત્સાહન મળ્યું છે અને જીતમાં તે અત્યંત કારગત પણ નીવડ્યું હતું.
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ જાણે દબાવમાં રમી રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું હતું ત્યારબાદ ગુજરાત ની ટીમ જ્યારે લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે તેમનામાં કોઈ ડર નહીં પરંતુ એક જીત હાંસલ કરવા માટે નું જુનું જોવા મળ્યું હતું અને પરિણામે ટીમને વિજય અપાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં રમાયેલી આઇપીએલની ફાઈનલમાં રાજસ્થાનને ૧૧ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતુ.
જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતુ. છેલ્લા 12બોલમાં 4 રનની જોઈતા હતા, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને આઇપીએલ ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ 17 બોલમાં ત્રણ વિકેટો ઝડપી અને 34 રન નૂ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સામે ટોસ જીતી રાજસ્થાને 20 ઓવરના અંતે 130 રન જ બનાવી શકી હતી. સર્વાધિક જોસ બટલર એ 39 રન નોંધાવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હાર્દિક પંડ્યા અને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો જ્યારે જો બટલરને મેન ઓફ ધ સીરીઝ તરીકે પ્રસ્થાપિત કરાયો હતો. રાજસ્થાનના ખેરખાઓ અને ઘાતક બેટ્સમેનો ગુજરાત સામે નતમસ્તક થઈ ગયા હતા અને તેમનું પ્રદર્શન થવું જોઈએ તે પણ થઈ શક્યું ન હતું.
ગુજરાતની ટીમે ચેમ્પિયન્સ એવું પ્રદર્શન મેચની શરૂઆત થી જ કરવાનું શરૂ કરી દીધું હતું અને વિપક્ષી ટીમ રાજસ્થાનને સતત બેકફૂટ પર ધકેલીયુ હતું. ગુજરાતના માનસિક પ્રેશરના કારણે રાજસ્થાનની ટીમ સહેજ પણ ઉભરી શકી ન હતી પરિણામે રાજસ્થાનનો 11 બોલ રહે તાજ પરાજય થયો હતો.
- ‘અબતક’નો આઇપીએલ ફાઇનલ પોલ રિઝલ્ટ
IPL 2022 ફાઈનલ કોણ જીતશે?
ગુજરાત રાજસ્થાન
- POLL REJULT
96% GUJARAT 4% રાજસ્થાન
100% ગુજરાત
87%ગુજરાત 13%રાજસ્થાન
YOUTUBE
GUJARAT 87% RAJASHTHAN 13%