સાઉથ કોરિયાની કંપની સેમસંગ કંપની આગામી સમયમાં માર્કેટમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું કે, ફોલ્ડેબલ ફોનનું ટેસ્ટિંગ સફળ રહ્યું છે. અમે આ ફોન ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવાના છીએ. આની પહેલાં આ ફોન 26 એપ્રિલે લોન્ચ કરવાનો હતો, પણ ડિસ્પ્લેની ખામીને કારણે લોન્ચિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. ફોલ્ડેબલ સ્માર્ટફોન Note 10 સિરીઝના સ્માર્ટફોન સાથે માર્કેટમાં એન્ટ્રી લેશે.
કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં જ હતી અને તે દરમિયાન ડિસ્પ્લેમાં ફોલ્ટ આવ્યો હતો. હાલમાં સેમસંગ ડિસ્પ્લેના વાઇસ પ્રેસિડન્ટ કિમ સેઓન્ગ ચેઓલે જણાવ્યું કે, અમે ગેલેક્સી ફોલ્ડની દરેક ખામી દૂર કરી દીધી છે, હવે આ સ્માર્ટફોન માર્કેટમાં જવા માટે તૈયાર છે.